Chhotaudepur

વરસાદની દહેશતથી ખેતરમાં જ ડાંગર સૂકવી, પીલીને સફાઇ કરતા ખેડૂતો

છોટાઉદેપુર જિલ્લામાં ડાંગર નો પાક તૈયાર થતા ખેડૂતો વરસાદની દહેશતથી ડાંગર કાપીને સૂકવીને ખેતરમા જ ડાંગર પીલીને તેની સફાઈ કરી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, કવાંટ, પાવીજેતપુર, છોટાઉદેપુર તાલુકાઓમાં ડાંગરની ખેતી વધારે થાય છે. હાલ વરસાદ રોકાતા ખેડૂતો ડાંગરનો પાક કાપીને ખેતરમાં ડાંગરની સફાઈ કરવાની કામગીરીમાં જોતરાયા છે અને સમગ્ર ખેડૂત પરિવારો ખેતરોમાં ધમધોખતા તાપમાં ડાંગર ના છોડમાંથી ડાંગર છૂટી પાડી અને પંખાની મદદથી તેની સફાઈ કરી ડાંગર ના દાણા છૂટા પાડી રહ્યા છે. આ કામગીરી દરેક વિસ્તારોના ખેતરો માં ચાલી રહી છે. અસહ્ય ગરમી હોવા છતાંય વરસાદની દહેશત વચ્ચે ખેડૂતો ડાંગરની સફાઈ માટે લાગ્યા છે. આ વર્ષે ડાંગરની ખેતી સારી છે અને પાંચ દિવસ ઉપરાંતના સમયથી વરસાદ ના હોવાથી ખેડૂતો તનતોડ મહેનત કરી રહ્યા છે.n આગળ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે તહેવારની ઉજવણી કરવા ખેડૂતોને પૈસાની તાતી જરૂરિયાત હોવાથી હાલ પાકને વેચાણ કરવા માટે તૈયારી શરૂ કરી છે . જો વરસાદ પડે તો ડાંગરના પાકને નુકશાન થાય તો આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળે તેમ છે. જેથી ખેડૂતો એલર્ટ બની ડાંગરની સફાઈ કરી રહ્યા છે

Most Popular

To Top