Vadodara

વડોદરા : Traffic Challan.apk ફાઇલ ગ્રુપમાં આવે ચેતજો, કલીક ના કરતા નહિતર બેંક ખાતુ ખાલી થઈ જશે

પેટ્રોલ કેમિકલના વેપારીએ આવી ફાઇલ પર ક્લિક કરતા જ એમના બેંક ખાતામાંથી રૂ. 7.99 લાખ કપાઈ ગયા

વડોદરા તા. 1
માંજલપુર વિસ્તારમાં રહેતા અને મકરપુરા જીઆઇડીસી માં પેટ્રો કેમિકલ્સનો ધંધો કરતા વેપારીએ તેમના ગ્રુપમાં આવેલા Traffic Challan.apk હાલ પર ક્લિક કરતા તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો. ત્યારબાદ એક મેસેજ આવ્યો હતો. જે ચેક કરતા તેમના બેંક ખાતામાંથી રૂપિયા 7.99 લાખ બારોબાર કપાઈ ગયા હતા. વેપારીએ સાયબર ક્રાઈમમાં અરજી આપતા રૂ. 2.99 લાખ પરત ક્રેડિટ થયા હતા. જ્યારે બાકીના રૂ. 4.99 હજુ સુધી પરત મળ્યા નથી.
વડોદરા શહેરના માંજલપુરના ભાટકુવા વિસ્તારમાં આવેલા માં મેલડીનગરમાં રહેતા કૈલાશચંદ્ર પુનમચંદ્ર ખટીક મકરપુરા જીઆઈડીસી ખાતે શ્રીનાથ પેટ્રોકેમિકલ ટ્રેડીંગ નામની દુકાન ચલાવે છે. ગત 23 જુલાઈના રોજ તેમના સમાજના વોટસએપ ગ્રુપમાં કોઈએ એક Traffic Challan.apk ફાઇલ મોકલી હતી. જેથી વેપારીએ એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ આ લિંક ઓપન કરી હતી. ત્યારે તેમા ઇન્સ્યોરન્સ, બાઇક અને લોગો બતાવતા હતા.જેના ઉપર કલીક કરીને તેના વેપારીએ ગાડી અને મોબાઇલ નંબર નાખ્યો હતો. ત્યારે તેમનો મોબાઇલ હેક થઈ ગયો હતો. જેથી વેપારીએ
એચડીએફસી બેંકની એપ ખોલતાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ખુલતી ન હતી. ત્યારબાદ ડેબિટ ટ્રાન્જેક્શનનો મેસેજ આવ્યો હતો તે મેસેજ ચેક વેપારીના બેંક ખાતામાંથી રૂ.7.99 લાખ કપાઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી વેપારી બેંકમા દોડી ગયા હતા અને તમામ હકીકત જણાવી હતી ત્યારે બેંક કર્મચારીએ તેમની પત્નીના મોબાઇલ પર ફોન કરતા રૂપિયા ટ્રાન્સફર કરી લેનાર ઠગોએ વેપારી અને તેમની પત્નીના મોબાઈલ નંબર અન્ય મોબાઇલ નંબર ઉપર ફોરવર્ડ કરી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન વેપારીએ સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી ત્યારે બેન્કના ખાતામાં રૂ.2.99 લાખની રકમ રિટર્ન ક્રેડિટ થઈ ગઈ હતી. જ્યારે બાકીના રૂ. 4.99 લાખ આજ દિન સુધી પરત નહીં મળતા વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

Most Popular

To Top