Vadodara

વડોદરા : MSUની ફાઈનઆર્ટસ ફેકલ્ટીના નિવૃત્ત પ્રોફેસર રતન પરીમુ ની પદ્મશ્રી એવોર્ડ માટે થઈ પસંદગી

વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીની ફાઈનઆર્ટસ ફેકલ્ટીના નિવૃત્ત પ્રોફેસરની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થઈ છે.88 વર્ષની જૈફ વયે પહોંચેલ પ્રોફેસર રતન પરીમુ ની પદ્મશ્રી માટે પસંદગી થતા તેમના ચેહરા પર આનંદ છવાયો છે. પ્રોફેસર રતન પરીમુએ જણાવ્યું હતું કે, વહેલી મોડી પણ મારી પસંદગી થશે તેવી આશા હતી. મારા કામની કદર થઈ તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું, મને રિસર્ચ અને પેન્ટિંગ બંનેમાં ખૂબ રસ હતો. પ્રોફેસર રતન પરીમ મૂળ શ્રીનગર થી 15 વર્ષની વયે વડોદરા અભ્યાસ માટે આવ્યા હતા અને વડોદરામાં જ અભ્યાસ કરી એમ.એસ.યુ.ની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અભ્યાસ પૂર્ણ થયા બાદ ફાઇનઆર્ટસ ફેકલ્ટીમાં જ પ્રોફેસર તરીકે ફરજ બજાવી હતી. એમ.એસ. યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ અમદાવાદના એલડી મ્યુઝિયમમાં ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી હતી. એલ.ડી.મ્યુઝીયમમાંથી નિવૃત્તિ બાદ વડોદરાના પશાભાઈ પાર્કમાં સ્થાયી થયા હતા. નોંધનીય છે કે, પ્રોફેસર રતન પરીમુએ કલા ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેઓ ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં પ્રોફેસર, પ્રખ્યાત કલા ઇતિહાસકાર, શિક્ષણશાસ્ત્રી અને ફાઇન આર્ટસ ફેકલ્ટીના ભૂતપૂર્વ ડીન, ભારતીય કલા ઇતિહાસ અને સૌંદર્ય શાસ્ત્રમાં તેમના અગ્રણી યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ શાસ્ત્રીય ભારતીય કલા શૈલીઓ જેમ કે અજંતા, ઈલોરા અને મુઘલ પેઇન્ટિંગ પર તેમના વ્યાપક સંશોધન માટે જાણીતા છે.

Most Popular

To Top