લોકોને ટિકિટ બુક કરવામાં તકલીફો પડતા પોતાનો ગુસ્સો ઠાલવ્યો :
મહિનામાં બીજી વખત ડાઉન,સતત ટેકનિકલ સમસ્યાઓ IRCTC માટે એક ચિંતાનો વિષય બની ગઈ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.26
IRCTC ની એપ્લિકેશન અને વેબસાઈટ ગુરુવારે એક મોટા ટેકનિકલ ખામીને કારણે ડાઉન થઈ ગઈ હતી. જેના કારણે અનેક મુસાફરોને ટિકિટ બુક કરવામાં મુશ્કેલી પડી હતી, અને સોશિયલ મીડિયા પર ઘણી ફરિયાદો નોંધાઈ હતી. ઘણા લોકોને ટિકિટ બુક કરવામાં તકલીફો પડતા તેમણે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
ગુરુવારે IRCTC ની વેબસાઇટ ખોલવા પર લોકોને એક મેસેજ જોવા મળ્યો,જેમા લખવામાં આવ્યું છે કે મેઈન્ટેનન્સના કારણે વેબસાઈટ બંધ છે. જોકે, 11 વાગ્યે શરૂ થતી તત્કાલ બુકિંગની પ્રક્રિયા માટે તમામ યાત્રીઓ સજ્જ થયા હતા. પરંતુ વેબસાઇટ ખોલતા મેસેજ જોવા મળ્યો હતો.જેમાં મેન્ટેનન્સના કારણે વેબસાઈટ ઉપલબ્ધ નથી.IRCTC એપ અને વેબસાઈટમાં ટેકનિકલ ખામીને ઠપ બનતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. IRCTC ની એપ્લિકેશન અને વેબસાઈટ ગુરુવારે એક મોટા ટેકનિકલ ખામીને કારણે ડાઉન થઈ ગઈ હતી. જેના કારણે અનેક મુસાફરોને ટિકિટ બુક કરવામાં મુશ્કેલી પડી હતી અને સોશિયલ મીડિયા પર ઘણી ફરિયાદો નોંધાઈ હતી. ઘણા લોકોને ટિકિટ બુક કરવામાં તકલીફો પડતા તેમણે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ડાઉનડિટેક્ટર’ જે ઓનલાઈન આઉટેજને ટ્રેક કરે છે, તેણે આ મુદ્દે જાણકારી આપી હતી. તેમ છતાં, IRCTC દ્વારા આ મોટા આઉટેજ પર હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ જાહેર કરવામાં આવ્યો નથી.આ મહિને બીજીવાર IRCTC વેબસાઈટ ડાઉન થઈ છે. અગાઉ 9 ડિસેમ્બરે, IRCTC પર 1 કલાક માટે મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી. હવે, 26 ડિસેમ્બરે ફરીથી AC ક્લાસ માટેની ટિકિટ બુકિંગની સમસ્યાઓ આવી છે, જેના કારણે મુસાફરોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. IRCTC પર AC ક્લાસ માટે તત્કાલ ટિકિટ બુકિંગનો સમય સવારે 10 થી 11 વાગ્યાના વચ્ચે છે, જ્યારે નોન-એસી ક્લાસ માટે બુકિંગનો સમય સવારે 11 વાગ્યાથી શરૂ થાય છે. આ સતત ટેકનિકલ સમસ્યાઓ IRCTC માટે એક ચિંતાનો વિષય બની ગઈ છે.