વાહનના સરકારી દસ્તાવેજ ન હોય તેમજ ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય એવી અનેક ગાડીઓ ડિટેન
રાત્રીના સમયે પોલીસના ધાડેધાડ જોઇને વાહનચાલકોના ભયનો માહોલ ફેલાયો

પ્રતિનિધિ વડો દરા તા.28
નવા વર્ષ 2026ને આવકારના માટે બરોડીયન્સનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. બીજી તરફ 31 ડિસેમ્બરને લઇને દારૂ તેમજ નશો કરીને વાહન ચલાવતા તથા ફરતા લોકો દ્વારા બિન્દાસ્ત બની જતા હોય છે. જેને લઇને આવા તત્વો સામે સપાટો બોલાવવા માટે વડોદરા શહેર પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે સુસજ્જ બની ગયો છે. થર્ટી ફર્સ્ટ ડીસેમ્બર પહેલા 24 કલાક વાહનવ્યવહારથી ધમધમતા સંગમ ચાર રસ્તા સહિત સમગ્ર શહેરમાં પોલીસે વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. પોલીસ દ્વારા વાહનના ડોક્યુમેન્ટ ન હોય સહિતના અલગ અલગ ટ્રાફિકના નિયમનો સરેઆમ ભંગ કરતા હોય વાહનચાલકો સામે લાલ આંખ કરાઇ હતી અને કેટલાક વાહનો પોલીસે ડિટેન પણ કર્યા હતા.
31 ડિસેમ્બરની ઉજવણીમાં મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરી કરવા સાથે નશો કરીને વાહન હંકારતા હોય તેવા નશેડી દ્વારા કોઇ ઘટનાને અંજામ આપવામાં ન આવે તેના માટે પોલીસ દ્વારા પાણી આગળ પાળ બાંધતા હોય તેમ નશો કરી વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ એલર્ટમોડમાં આવી ગઇ છે. ચોવીસ કલાક ટ્રાફિકના ધમધમતા સંગમ ચાર રસ્તા પાસે રાત્રીના સમયે પોલીસ કાફલો તૈનાત કરાયો હતો અને રોડ પરથી પસાર થતા હોય તેવા શંકાસ્પદ વાહનોને રોકીને તેમની પાસે વાહનના દસ્તાવેજ હોવા સાથે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય તેવા વાહનચાલકો સામે કાર્યવાહી શરૂ કરાઇ હતી. વાહનચાલકોની તપાસ કરી તેમની પાસે લાયસન્સ, આરસી બુક અને ઈન્સ્યોરન્સ સહિતના અગત્યના દસ્તાવેજ ચકાસવામાં આવ્યાં હતા. જે વાહનચાલકો પાસે ડોક્યુમેન્ટસ ન હોય તેવા વાહનો સ્થળ પર જ ડિટેન કરાયાં હતા. ઉપરાંત નંબર પ્લેટ વગરના અને બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે પણ દંડનીય કાર્યવાહી કરાઇ હતી. થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની સુરક્ષાને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસ એક્શનમાં આવી ગઇ છે અને સંગમ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ હાથ ધરાયું હતું.
વાહનચાલકોનું બ્રેથ એનાલાઇઝરથી નશો કર્યો છે કે નહી તેનું ચેકિંગ કરાયું
રાત્રીના સમયે વાહનચેકિંગમાં ઉભેલા પોલીસ દ્વારા વાહનચાલકો પાસે લાયસન્સ અને કાગળો ન હોય તેવા વાહનચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઇ હતી. ઉપરાંત વાહનના ચાલકો એક દારૂનું સેવન તો નથી કર્યુંને તેના ચકાસણી કરવા માટે બ્રેથ એનાલાઈઝર ચકાસવામાં આવ્યાં હતા. મોટા ભાગે નશો કરાનાર શખ્સો વાહનોમાં દારૂની બોટલ સહિતની હેરાફેરી કરતા હોય તેનુ ચેકિંગ કરાયુ હતું.