અગાઉના જમીન માલિકોએ વેચાણ કરેલી મિલકત પર ખોટી રીતે બેંકમાંથી 6 લાખનું ધિરાણ મેળવ્યું
શહેર નજીક આવેલ મુજાર ગામડી ખાતે અગાઉના જમીન માલિકોએ વેચાણ કરેલ મિલક્ત ઉપર ખોટી રીતે બેંકમાંથી છ લાખનું ધિરાણ મેળવી મિલકત ઉપર બોજો દાખલ કરાવતા હાલના વાદી જમીન માલિકે મૂળ માલીકો સામે છેતરપિંડી આચરવા બદલ ફોજદારી કાર્યવાહી હેતુ વડોદરાના સેકન્ડ જ્યુડીસિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આઇપીસીની કલમ ૪૦૬, ૪૧૮, ૪૨૦ તથા ૧૨૦(બી) હેઠળ લેખિતમાં ફરિયાદ અરજી દાખલ કરેલ હતી. રેકોર્ડ હાજર પુરાવા અને ફરિયાદ પક્ષની દલીલો તપસ્યા બાદ અદાલતે ફરિયાદ અરજી ગ્રાહ્ય રાખી આરોપીઓ સામે ઈંડઈ ૪૦૬, ૪૧૮, ૪૨૦ અને ૧૨૦ઈ હેઠળ ગુનાનું કોગ્નિઝન્સ લીધું હતું અને પ્રથમદર્શનીય ગુન્હો બનતો હોય ફરિયાદ અરજીને મેજિસ્ટ્રેટ કમ્પ્લેન (પ્રાઇવેટ ફરિયાદ) તરીકે દાખલ કરી ફરિયાદમાં જણાવેલ તમામ ૧૧ આરોપીઓ સામે ક્રિમીનલ કેસ દાખલ કરી આરોપીઓને સમન્સ જારી કરવાનો હુકમ કર્યો હતો.
શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા ફરિયાદી સંદીપ સૂર્યકાંત પટેલની જાંબુઆ ગામ નજીક મુજારગામડી ખાતે રે. સ.નં ૧૧૬, ૧૧૭ અને ૧૧૮ વાળી જમીન જે એમના સ્વ. દાદા એ વેચાણ રાખેલ હતી તે જમીનના મુળ જમીન માલિકોના હાલના વારસદારો દ્વારા બેંક ઓફ બરોડાની વરણામા બ્રાંચમાંથી રૂપિયા ૬ લાખની લોન લઈ લેતા વડોદરાની કોર્ટમાં છેતરપિંડી, વિશ્વાસઘાતની ખાનગી ફરિયાદ દાખલ કરેલ હતી. ફરિયાદીના દાદા દ્વારા જમીનની વેચાણ કિંમત પૂરેપૂરી ચૂકવી દેવા છતાં જેતે અસલ જમીન માલિકો દ્વારા પાકો વેચાણ દસ્તાવેજ ના કરી આપતાં વડોદરાની સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો, જેનો અંતિમ ચુકાદો અપીલ સાથે વર્ષ ૨૦૧૭માં આવેલ હતો. ૧૯૮૨ નાં કેસના ચુકાદાની બજવણી માટે ફરિયાદીના પિતાએ વડોદરાની કોર્ટમાં દરખાસ્ત અરજી ભરેલ હતી. જે દરમિયાન દરખાસ્ત પ્રતિવાદી દ્વારા ૭/ ૧૨ નાં ઉતારામાં નામ હોવાનું કહીને બેંક ઓફ બરોડાની વરણામા બ્રાન્ચમાંથી લોન લઈ લેવામાં આવી હતી. ૧૯૮૨ નાં દાવાની હુકમની નોંધ ગામ દફ્તરે પડેલ હોવા છતાં બેંક ઓફ બરોડાએ અંડર ટ્રાયલ તથા નવી શરતની જમીન હોવા છતાં જમીન ઉપર રૂપિયા છ લાખની લોન આપી દેતાં સંદીપ પટેલ દ્વારા પોતાના વકીલ અમિષ દાદાવાલા મારફતે કોર્ટ રાહે ન્યાય માંગવાની તજવીજ કરવામાં આવી હતી.
મુળ જમીન માલિકોની ગેરકાનુની હરકતથી નારાજ થઈને સંદીપ પટેલે અદાલતનાં દ્વાર ખખડાવતા અને ન્યાયના હિતમાં ફરિયાદ દાખલ કરવા મેજિસ્ટ્રેટને લેખિતમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ અરજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ મિતલની કોર્ટમાં ચાલી જતાં અને ફક્ત ૧૦ દિવસનાં ટુંકાગાળામાં ફરિયાદી અને સાક્ષીઓના નિવેદન નોંધી પુરાવાની ચકાસણી કરી ફરિયાદ પક્ષના ધારાશાસ્ત્રી અમિષ દાદાવાલાની રજુઆતો ધ્યાનમાં લેતા અદાલતે ફરિયાદ પક્ષના તથ્યોને ગ્રાહ્ય રાખી ઈંડઈ ની કલમ ૪૦૬, ૪૧૮, ૪૨૦ અને ૧૨૦ઈ હેઠળ કાર્યવાહી કરી ગુનો નોંધવા અને આરોપીઓ સામે સમન્સ જારી કરવા હુકમ કર્યો હતો.
વડોદરા: ૭/૧૨માં નામ હોવાનો દુરૂપયોગ કરી બેન્કમાંથી મૂળ જમીન માલિકોએ લોન લઈ લીધી
By
Posted on