ફતેપુરા વિસ્તારમાં ઢોર ડબ્બા પાર્ટી સાથે બોલાચાલી કર્યા પકડેલી ગાય પણ પશુપાલકો છોડાવી ગયા.
વડોદરાના ફતેપુરા જુના આરટીઓ રોડથી ખારી તલાવડી વિસ્તારમાં રખઢતા ઢોર પકડવા ગયેલી ઢોર ડબ્બા પાર્ટી સાથે પશુપાલકે બોલાચાલી દાદાગીરી કરી હતી અને હુ બીજેપીનો કાર્યકર્તા છું તમે અમારી બાંધોલી ગાયો કેમ લઇ જાવ છો તેમ કહી પકડેલી ગાય પણ છોડાવી ગયા હતા. જેથી કુંભારવાડા પોલીસે ત્રણ પશુપાલકો સામે સરકારી કામગીરીમાં રુકાવટનો ગુનો દાખલ કર્યો છે.
વડોદરાના તરસાલી વડદલા રોડ પર આવેલી બાલાજી રેસિડેન્સીમાં રહેતા મોન્ટુ ભાસ્કરરાવ દેસલે મહાનગરપાલિકાની ઢોર ડબ્બા પાર્ટીમાં એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. 4 એપ્રિલના રોજ બપોરના તેઓ તેમની ટીમ સાથે વડોદરા શહેરી વિસ્કતામાં રખડતા ઢોર પકડવા માટે ગયા હતા. તે દરમિયાન ફતેપુરા જુના આરટીઓ રોડથી ખારી તલાવડી તરફના રસ્તા પર ગાયને પકડવા માટે ગયા હતા. ત્યારે મુકેશ રબારી, મહેશ રબારી અને નિલેશ યાદવી ત્યાં આવી પહોંચ્યા હતા અને ગાયને ભગાડી મુકી હતી. જેતી ઢોર પાર્ટીના કર્મચારીઓ ગાયને પકડવા માટે દોડ્યા હતા અને રબારીવાસમાંથી ગાયને પકડી હતી. ત્યારે મુકેશ રબારી પાછળ દોડી આવ્યો હતો અને અમારા ઘર પાસે બાંધેલી ગાયો કેમ લઇ જાઓ છો? હુ બીજેપીનો કાર્યકરતા છું તેમ કહી ઢોર પાર્ટીના કર્મચારી સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. ત્યારબાદ ત્રણ જણા પાલિકાની ઢોર પકડવાની કામગીરીમાં રૂકાવટ ઉભી કરીને પકડેલી ગાય પણ છોડાવી જતા રહ્યા હતા. જેથી ઢોર ડબ્બા પાર્ટીના ઇન્સ્પેક્ટરે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ત્રણ પશુપાલકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.