Vadodara

વડોદરા: હાથીખાના બજારના ગેટ નંબર ત્રણ ઉપર કચરાના ઢગલાથી રહીશોમાં રોષ


કચરાના ઢગલા ખૂબ જ દુર્ગંધ મારી રહ્યા છે

વડોદરા શહેરમાં વોર્ડ ઓફિસરે સાફ-સફાઈ બાબતે હાથ ઉંચા કરી દીધા હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે


વડોદરા શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં ઘણા વર્ષોથી પાછળ ધકેલાય છે. જેના કારણે વોર્ડ ઓફિસ દ્વારા પોતાના વિસ્તારમાં સફાઈ સમયસર ના કરવી અને કચરાનો નિકાલ સમયસર ન કરવો સહિતના આક્ષેપો સામે આવ્યા છે. ડોર ટુ ડોર પાછળ મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખર્ચે છે છતાંય સ્વચ્છતા જાળવવામાં વડોદરા પાછળ છે. વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં ત્રણ દિવસથી કચરો ઉઠાવવા ડોર ટુ ડોર ની ગાડી આવી નથી. જેને લઈને રસ્તાઓ પર કચરા ના ઢગલા જોવા મળે છે. આ અંગે રહીશોએ વોર્ડ ઓફિસમાં સંપર્ક કર્યો હતો. જેમાં નકારાત્મક જવાબ સાથે વોર્ડ ઓફિસરે હાથ ઉંચા કરી દીધા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા.


હાથી ખાના અનાજ માર્કેટ જે વડોદરાનું એક નંબરનું અનાજનું માર્કેટ ગણાય છે જેના ગેટ નંબર ત્રણ પાસે છેલ્લા ત્રણ દિવસથી કચરાના ઢગલા પડ્યા છે અને સ્થાનિકોએ રોડ ઓફિસમાં જઈને ફરિયાદ કરી તેમ છતાં કોઈએ કચરો ઉઠાવવા આવતો નથી. વોર્ડ ઓફિસરે એવું જણાવ્યું કે આ કચરો ઉઠાવવાનું કામ અમારું નથી. ઓનલાઈન કમ્પ્લેન પણ કરવામાં આવી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
ત્રણ દિવસથી કચરો હાથી ખાના ના ગેટ ઉપર પડેલો છે તેમ છતાં ડોર ટુ ડોર ની ગાડી કચરો ઉઠાવવા આવતી નથી. આસપાસના લોકો આ કચરાની દુર્ગંધથી ત્રાસી ગયા છે. બીમારી ફેલાય તેવો માહોલ બની ગયો છે. તેમ છતાં કોર્પોરેશન કોઈ કાર્યવાહી કરતું નથી. આ કચરો ઉઠાવી અને સાફ-સફાઈ કરાવવામાં આવે અને જો વહેલી તકે કચરાનું નિકાલ નહીં કરવામાં આવે તો સ્થાનિકો દ્વારા આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Most Popular

To Top