Vadodara

વડોદરા : સ્માર્ટ મીટરનું સ્માર્ટ રીડિંગ, ભાડાના મકાનમાં રહેતા પરિવારનું બીલ આવ્યું 9.24 લાખ રૂ.

કલકત્તાના પિતા પુત્રી અને પત્નિ સહિતનો પરિવાર છેલ્લા 7 વર્ષથી વડોદરામાં ભાડાના મકાનમાં રહે છે :

બે મહિનાનું એવરેજ બીલ 2 હજાર આવતું હતું :

( પ્રતિનિધિ ) વડોદરા તા.22

સ્માર્ટ મીટરે તો હવે હદ કરી નાખી છે. લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટરમાં ખામી છે. તે વાત સાચી પુરવાર થઈ રહી છે. ભાડાના મકાનમાં રહેતા એક પરિવારનું બીલ એવરેજ બે મહિનાનું 2 હજાર આવતું હતું. હવે સ્માર્ટ મીટર લગાવ્યા પછી મોબાઈલમાં મેસેજ આવ્યો કે 9,24,254 લાખ રૂપિયાનું આઉટ સ્ટેન્ડીંગ બાકી છે. આ કિસ્સો સામે આવતા સ્માર્ટ મીટરની પોલ ઉઘાડી પડી હતી.

હાઉસિંગ બોર્ડની અંદર રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં બ્લોક નં-26, રૂમ નં-596 માં રહેતા મૃત્યુંજય ધર એ જણાવ્યું હતું કે, હું ભાડે રહું છું ચીતરંજન મુખર્જીનું મકાન છે. જેમાં હું છેલ્લા સાત વર્ષથી રહું છું. એવરેજ દર મહિને મારું બિલ આવે છે 2000 સુધીનું, મારા મોબાઈલ નંબર ઉપર મેસેજ આવ્યો હતો. ચાર પાંચ દિવસ પહેલા કે, સ્માર્ટ મીટર સફળતાપૂર્વક ઇન્સ્ટોલેશન થઈ ગયું છે અને તમારું આઉટ સ્ટેન્ડિંગ છે 9,24,254 રૂપિયા દર મહિને 5000 કરીને તમારે ભરવા પડશે. પૂછવાનો સમય નથી મળ્યો કારણકે હું હવે વેકેશનમાં કલકત્તા માટે જવા નીકળ્યો છું. કાલે આવીને મારા સામેવાળા પાડોશીને છેલ્લા ચાર મહિનાના પેપર આપીને બિલ , રીસીપ્ટ આપી છે એપ્રિલ સુધીના મેં બિલના પૈસા પણ ભરી દીધા છે. પાડોશીએ કીધું છે કે તમે આ પુરાવા આપી દો અમે લોકો ચેક કરીશું. સ્માર્ટ મીટર ક્યારે લગાવીને ગયા મારા ઘરે એ પણ મને કશી ખબર નથી. સોસાયટી માંથી એક વ્યક્તિ આવી એણે કીધું કે તમારું જૂનું બિલ આપો અને તમારો નંબર આપી દો ત્યાર પછી ક્યારે લગાવ્યું મીટર શું થયું કશી ખબર નથી.

સરકારે જે નિર્ણય લીધો છે એ તાનાશાહીનો નિર્ણય છે

સામાજિક આગેવાન વીરેન રામીએ જણાવ્યું હતું કે સૌથી પહેલા જ્યારે સ્માર્ટ મીટર આવ્યા , ત્યારે લોકો એટલા માટે વિરોધ કરતા હતા કે બે મહિનાનું એવરેજ બિલ 700 થી 800 રૂપિયા બિલ આવનારા જે લોકો છે એ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા હોય, મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા હોય , પરંતુ હાલ પરિસ્થિતિ એવી હતી કે લોકો બે હજાર રૂપિયાનું રિચાર્જ કરાવે. જે 12 દિવસની અંદર રિચાર્જ પૂરું થઈ જાય અને ફરી પાછું એમનું આઉટ સ્ટેન્ડિંગ બતાવવામાં આવતું હતું. ત્યારે સ્વાભાવિક છે કે બહુ નાની એમાઉન્ટ હતી. ત્યારે આ બહુ વિચારતા હતા કે વપરાશ થયો છે. પરંતુ એક સામાન્ય વ્યક્તિ જેને હાઉસિંગ બોર્ડની અંદર રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં જે હાઉસિંગ બોર્ડના મકાનની અંદર રહે છે અને એમનું એવરેજ બિલ જો તમે જોઈ શકો છો. 1500 થી 2000 રૂપિયા જેટલું આવતું હતું. છેલ્લા છ વર્ષથી અને હાલ જોઈ શકાય છે કે નવ લાખ ચોવીસ હજાર જેટલું જ્યારે બિલ આવતું હોય. ત્યારે સ્વાભાવિક છે કે, પરિવારની અંદર ખૂબ મોટી તકલીફ પડી શકે છે. કારણ કે આ સરકાર છે જો નહીં ભરે તે જપ્ત કરવાની વાત કરશે. મીટર કાપી નાખશે ત્યારે આ પરિવારને અત્યારે હાલ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મારું આ સ્પષ્ટ માનવું છે કે સરકારે તાત્કાલિક અસરથી બંધ તો કર્યા છે. પરંતુ જે સ્માર્ટ મીટર છે એ મીટર કાઢી અને જે જુના ડિજિટલ મીટર હતા એમને નાખવા જોઈએ પરંતુ સરકારે એવું કીધું છે કે સ્માર્ટ અને ડિજિટલ લગાવવામાં આવશે. પણ એટલી જગ્યા હોતી નથી ફ્લેટની અંદર માત્ર એક એક સ્માર્ટ મીટર મૂકી શકાય છે. એની જગ્યાએ તમે પાછા ડિજિટલ મીટર એટલે બંને મીટર મુકવાની વાત કરો છો અને જો બંને મીટરો સરખા જ હોય તો પછી શાના માટે તમે લોકો જૂના મીટર નથી આપતા. કારણકે ડિજિટલ જે જુના મીટર હતા તેની વોરંટી હજી ૧૫ થી ૨૦ વર્ષ સુધી ચાલુ છે અને વોરંટી હોવા છતાં આ જે સરકારે નિર્ણય લીધો છે એ તાનાશાહીનો નિર્ણય છે. ગરીબોને લૂંટવાનો નિર્ણય છે એવું મારું સ્પષ્ટ માનવું છે.

Most Popular

To Top