Vadodara

વડોદરા: સ્થાયી સમિતિની બેઠકમાં 40 કામોને મંજૂરી


વડોદરા મહાનગર પાલિકાની શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 34 અને વધારાના 10 કામો મળી કુલ 44 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. જેમાંથી 40 કામો ને મંજુર કરી 2 કામો મુલતવી કરાયા હતા. જ્યારે 2 કામો નામંજૂર કરવામાં આવ્યા છે.

ખાસ કરીને આ આ બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગના વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા શાખામાં ફરજ બજાવતા કર્મચારી મનહરભાઈ નાનજીભાઈ પરમારનું ચાલુ નોકરી દરમિયાન અકસ્માતે મૃત્યુ પામેલ હતા તેમના વારસદારને વારસાઈ ધોરણે નિમણૂક આપવા અને પ્રવર્તમાન ધારા ધોરણ મુજબ પગારને બદલે નિયત પગાર ધોરણમાં નિમણુક આપવા તેમજ મૃતક કર્મચારીના વારસદારને ત્રણ લાખની રકમ ચૂકવવાની મંજૂરી આપવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ સેક્રેટરીની ખાલી જગ્યા ભરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, ઝુ વિભાગ, મિકેનિકલ ખાતુ પાણી પુરવઠા શાખા રેટ લાઈટ વિભાગ જેવા મહત્વના વિભાગોના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. જેમાં ચર્ચાના અંતે 40 કામોને મંજૂર કરી બે કામો મુલતવી કરાયા હતા. જ્યારે બે કામોને ના મંજૂર કરવામાં આવ્યા હતા. કામોની વિસ્તૃત માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી.


વડોદરા ભાજપ મુખ્ય કાર્યાલય મનુભાઈ ટાવર ખાતે સંકલનની બેઠક મળી



દર શુક્રવારે વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિની બેઠક મળતી હોય છે. આ બેઠક પૂર્વે ભાજપ કાર્યાલય મનુભાઈ ટાવર ખાતે પાર્ટી કાર્યાલય ખાતે મળી સંકલનની બેઠક મળી હતી. એ મહામંત્રી ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સંકલન એક પરંપરા બની ગઈ છે જેમાં સ્થાયી સમિતિમાં આવતા કામોની દરખાસ્ત અંગે ચર્ચા કરવામાં આવે છે કયા કામને મંજૂરી આપી કયા કામોને ના મંજૂર કરવા આ સંકલનની બેઠકમાં જ નિર્ણય લેવાતો હોય છે સ્થાયી સમિતિમાં માત્ર ખાલી ઔપચારિકતા જ કરવાની રહેતી હોય છે ત્યારે સ્થાયી સમિતિમાં કામોની ચર્ચા કરવામાં આવી હતી.

Most Popular

To Top