Vadodara

વડોદરા : સુભાનપુરા અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ પોલીસ એસ્કોર્ટિંગ સાથે વડોદરા લવાયો

અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો,સોસાયટીના નાગરિકો અને રાજકીય પક્ષના મહાનુભાવો જોડાયા :

( પ્રતિનિધિ )વડોદરા,તા.15

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે મૃતકોના મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે.ત્યારે,સુભાનપુરા અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો, સોસાયટીના નાગરિકો અને રાજકીય પક્ષના મહાનુભાવો જોડાયા હતા.


વડોદરાની અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો.પોલીસ એસ્કોર્ટિંગ સાથે મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો.પરિવારજનો દ્વારા અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સોસાયટીના નાગરિકો જોડાયા હતા.કોફિનમાં જ મૃતદેહને મૂકી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.અંતિમયાત્રામાં ધારાસભ્ય કેયુર રોકડિયા, કોર્પોરેટરો સહિત રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા.

સોસાયટીના નાગરિકોએ કહ્યું હતું જે, અંજુબેન અમને હંમેશા યાદ આવશે. અમદાવાદમાં ગુરૂવારે સર્જાયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા થઈ રહી છે. જેમાં વડોદરાના ચાર લોકોના ડીએનએ સેમ્પલની ઓળખ થતાં પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવ્યા છે. જેમાં માંજલપુર અને સુભાનપુરા વિસ્તારમાં રહેતા બે મહિલાઓના મૃતદેહ પરિવારને સોંપતા અંતિમ સંસ્કાર કરાયા હતા. માંજલપુરના કલ્પનાબેન પ્રજાપતિ અને સુભાનપુરાના અંજુબેન શર્માનો મૃતદેહ પરિવારને સોંપતા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતદેહ તેમના ઘરે પહોંચતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મોટી સંખ્યામાં લોકો અંતિમ સંસ્કારમાં જોડાયા હતા અને અશ્રુભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે માંજલપુરના ઉષાબેન નરેન્દ્રકુમાર પંચાલ તથા નરેન્દ્રભાઈ મણીલાલ પંચાલના મૃતદેહ પણ તેના પરિવારને સોંપવામાં આવ્યા છે. તેમની અંતિમ યાત્રા આજે સાંજે 4:30 કલાકે વ્રજભૂમિ ફ્લેટ, અંબે સ્કૂલની બાજુમાં તેમના નિવાસ સ્થાનેથી નીકળી માંજલપુર સ્મશાને જશે.

Most Popular

To Top