પ્રતિનિધિ વડોદરા તા.3
સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી રુ 2.31 લાખ ગાંજાના જથ્થા સાથે બે કેરિયર અને રેલ્વે એસઓજી અને સુરત એનડીપીએસ ડેડીકેટેડ ટીમે ઝડપી પાડ્યા હતા. ગાંજો, બે મોબાઈલ અને રોકડ રકમ મળી રુ. 2.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યા બાદ સુરત રેલવે પોલીસને સોંપવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેમાં દોડતી ટ્રેનમાં નશા કારક પદાર્થો જેવા કે એમડી ડ્રગ્સ, ગાંજો ચરસ હેરોઈનની હેરાફેરી કરાવતી હોય છે. જ્યારે આ હેરાફેરી પર અંકુશ મેળવવા માટે રેલવે પોલીસ અધિક્ષક સરોજકુમારી દ્વારા ટ્રેનોમાં તકેદારી રાખવા માટેની સૂચના આપી હતી. વડોદરા રેલવે એસ.ઓ.જી સુરત એનડીપીએસ ડેડીકેટેડ ટીમ બે જૂન ના રોજ રાત્રિના સમયે સુરતના પ્લેટફોર્મ નંબર એક પર તપાસ કરી રહી હતી. દરમિયાન સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર એક પર આવીને ઊભી રહી હતી. ટ્રેનમાંથી મુસાફરો નીચે ઉતરી રહ્યા હતા દરમિયાન બે સખસો ટ્રોલી બેગ સાથે જતા હતા. દરમિયાન પેટ્રોલિંગમાં હાજર પોલીસને તેમના શંકા જતા બંનેને ઊભા રખાવ્યા હતા. ત્યારબાદ એસઓજી અને એનડીપીએસ ડેડીકેટેડની ટીમને બોલાવી બંનેના બેગમાં ચેકિંગ કરતા 23 કિલોગ્રામ ઉપરાંતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે જિતુ બનટુ નાહક (રહે. ગણેશનગર-૧ વડોદ પાંડેસરા ગામ સુરત) અને રાજેન્દ્ર પ્રફુલબિના બીનધાની (રહે.ગામ-બંધાગડા થાના-ફીરંગીયા જિ.કંધમાલ,ઓડીશા)ની ધરપકડ કરી ક્યાંથી લાવ્યા હતા અને કોને ડીલેવરી આપવાની હતી તેની પૂછપરછ હાથ ધરી છે. બંને પાસેથી 2.31 લાખનો ગાંજાનો જથ્થો, બે મોબાઈલ અને રોકડ રકમ મળી રૂપિયા બે પણ 41 લાખનો મુદ્દા માલ કબજે કરીને સુરત રેલવે પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે.