પ્રતિનિધિ વડોદરા તારીખ 18
વડોદરાના સરદાર ભવનના ખાંચામાં ઇજાગ્રસ્ત હાલતમાં એક આધેડ વ્યક્તિનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. કારેલીબાગ પોલીસ દ્વારા લાશને પીએમ માટે ખસેડી કયા કારણોસર વ્યક્તિનું મોત થયું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. ત્યારે આ વ્યક્તિએ આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે તેને લઈને શંકા કુશંકાઓ ઉપજી રહી છે.
વડોદરા શહેરના ખંડેરા વિસ્તારમાંથી તાજેતરમાં જ એક આધેડની લાશ મળી હતી. જેના વાલી વારસસોને પોલીસ દ્વારા શોધી કાઢીને પીએમ કર્યા બાદ લાશ તેમને સોંપવામાં આવી હતી. ત્યારે ફરી સરદાર ભવનના ખાંચામાં શિવ ચેમ્બર્સ પાસે આજે 18 ડિસેમ્બર ના રોજ વહેલી સવારે 55 વર્ષીય આધેડ ની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. રોડ ઉપરથી અવાજ જવર કરતા લોકોએ ઉહાપોહ કરતા સ્થાનિક લોકો નીચે આવ્યા હતા અને 108 ઇમર્જન્સી વાનને ફોન કરતા તાત્કાલિક ડોક્ટરે સ્થળ પર આવી આધેડ ને ચેક કરતા મૃત હોવાનું માલુમ પડ્યું હતું. તેથી સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરતા કારેલીબાગ પી આઈ એચ એમ વ્યાસ સહિત ના ટીમના માણસો તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ આ આધેડ વ્યક્તિએ હત્યા કરી છે કે પછી તેમની કોઈ શખ્સ દ્વારા હથિયારથી હુમલો કરીને હત્યા કરવામાં આવી છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા લાશને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી તેમના વાલી વારસોની હાથ ધરવામાં આવી છે.