Vadodara

વડોદરા : સયાજીપુરા પાસે રહેતા વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી ઠગોએ રૂ. 23 લાખ ખંખેર્યાં

પ્રતિનિધિ વડોદરા તા.5

આજવા રોડ પર રહેતા વૃદ્ધને સીબીઆઇ તથા દિલ્લી સાઇબર ક્રાઇમમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી વૃદ્ધને તમારુ નામ મની લોન્ડરિંગના કેસમાં બહાર આવ્યું છે. ત્યારબાદ તેમને ઠગોએ પુછપરછ કરવાના બહાને વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને ધરપકડ થશે તેવો ડર આપીને રૂ. 23 લાખ ટ્રાન્સફર કરાવીને ઠગાઇ આચરવામાં આવી હતી. વૃદ્ધે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા નજીક આજવા રોડ પર સયાજીપુરા પાયોનિયર મેડિકલ કોલેજ પાસે રહેતા પરેશ બાબુભાઇ ચૌહાણ (ઉ.વ.61) નિવૃત જીવન ગુજારે છે. 21 ડિસેમ્બરના 2024ના રોજ તેમના મોબાઇલ પર એક ફોન આવ્યો હતો. જેમાં સામેવાળાએ પોલીસમાંથી ખોટી ઓળખ આપી અભય મિશ્રા બોલતા હોવાનું જણાવવા સાથે તમારુ આધારકાર્ડ મની લોન્ડરિંગમાં વપરાયું છે. જેથી તમારે પોલીસ ફરિયાદ કરવી પડશે જેના માટે તમને રાકેશકુમારા આઇપીએસ કોલ કરશે તેમ કહ્યું હતું. થોડીવાર વીડિયો કોલ વૃદ્ધ પર આવ્યો હતો ત્યારે સામેવાળાએ દિલ્લી સાઇબર ક્રાઇમમાં રાકેશકુમાર આઇપીએસ તરીકે ખોટી ઓળખ આપીને વાત કરી જણાવ્યું હતું કે 6.80 કરોડનો મની લોન્ડરિંગ કેસની એફઆઇઆર થઇ છે જેમાં અશોક ગુપ્તા પકડાયો છે. તેણે 300થી વધુ લોકો જેમાં પોલીસ અધિકારી, પોલિટિશિયલ, બેન્કના માણસો પણ લિંક છે અને જેમાંથી 17 લોકો સાથે ઠગાઇ છે. જેની આઇપીએસ અધિકારીની તપાસમાં તમને કમિશન એક લાખ તથા 10 ટકા તમારી બેન્કમાં મળ્યા છે. જેથી તમારી મિલકતની તપાસ કરાશે. શંકાસ્પદ જણાશો તો તમારી ધરપકડ કરવી પડશે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ સીબીઆઇ અને આઇપીએસના લેટર મોકલી આપતા વૃદ્ધ ડરી ગયા હતા અને તેમના કહ્યા મુજબ રૂ. 23 લાખ ઠગોએ મોકલેલા ખાતામાં આરટીજીએસથી ટ્રાન્સફર કરી આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેસ સોલ્વ થયાના 24થી 72 કલાકમાં રૂપિયા બેન્કમાં પરત આવી જશે. પરંતુ કોઇ રકમ પરત આવી ન હતી. જેથી ઠગને પોતાની સાથે ઠગાઇ થઇહોવાના અનુભવ થતા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

દર કલાકે આઇ એમ સેફનો રિપોર્ટ કરવા માટે ઠગોએ જણાવ્યું

ઠગોએ વૃદ્ધને રેપ્યુટેડ માણસ છો જેથી તમે પ્રાયોરિટી ઇન્વેસ્ટિગેશનમાં જાવ જે ગુપ્ત રહેશે. જો તમારે પ્રાયોરિટી ઇન્વેસ્ટીગેશન કરાવવું હોય તો સીબીઆઇ ચીફને અપીલ કરવાની રહશે. જેથી તમારુ એરેસ્ટ વોરંટ હોલ્ડ અને તમારા બેન્ક ખાતુ પણ હોલ્ડ કરવાની પ્રક્રિયા બંધ રહેશે. જેથી વૃદ્ધે તેમની પત્ની સહિતના સંતાનો, પહેલા શુ કામ કરતા હતા તે સહિતની તમામ ડિટેલઇ  તેમના કહ્યા મુજબ કરાવી હતી. બે દિવસ દરમિયાન આઇ એમ સેફ લખી દર કલાકે રિપોર્ટ કરજો. ઉપરાંત બે દિવસ દરમિયાન તમારે આઇલોસેશનમાં જવુ પડશે જ્યાં તમે એકલા હોવા જોઇએ તો તમારી પૂછપરછ કરશે.

Most Popular

To Top