Vadodara

વડોદરા : સયાજીગંજ વિસ્તારમાંથી જુગાર રમતા 8 ખેલી ઝડપાયાં

પ્રતિનિધિ વડોદરા તા.13

સયાજીગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશનના ઇનગેટ સામે જનમહેલ પાસે ખુલ્લામાં રિક્ષા તથા મોપેડની આડમાં ચાલી રહેલા જુગાર પર પોલીસે રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી 8 ખેલીઓ ઝડપાઇ ગયા હતા. જ્યારે એક ખેલી મોપેડ ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે રોકડ રકમ, 6 મોબાઇલ, રિક્ષા અને મોપેડ મળી રૂ. 1.03 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા જનમહલ બહાર રિક્ષા તથા એવિએટર મોપેડની આડમાં કેટલાક લોકો ભેગા મળીને જુગાર રમી રહ્યા છે તેવી બાતમી પેટ્રોલિંગ ફરતા ફરતા નટરાજ ટોકીજ પાસે આવેલી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે રેલવે સ્ટેશનના ઇન ગેટની સામે ચાલી રહી રહેલા જુગાર પર સયાજીગંજ પોલીસની ટીમે રેડ કરી હતી.  પોલીસને જોઇને જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે તેમાં સ્થલ પરથી 9 ખેલીઓ વિજય બાબુરાવ વાયડે, સંજય રમણ મોદી, એઝાઝ હુસેન મોહમદહુસેન પઠાણ, નજબૂલ શાકીરઅલી પઠાણ, વસીમ શાકીરઅલી પઠાણ, અબ્દુલસતાર સીદ્દીક મેમણ, સદ્દામ ઇમામ શેખ, વિકાસ અરવિંદ ઓડને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે એક મોપેડ ચાલક ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે જુગારીઓની અંગઝડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ રૂ.11 હજાર, 6 મોબાઇલ,16 હજાર, રિક્ષા રૂ.50 હજાર અને એક મોપેડ મળી રૂ.1.03 લાખનો મુદ્દામાલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top