પ્રતિનિધિ વડોદરા તા.22
સાવલી તાલુકાના એક ગામમાંથી 12 વર્ષી સગીરાનું લગ્નની લાલચ આપીને અપહરણ કરી ભગાડી ગયા બાદ તેના પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. જેની ભાદરવા પોલીસે ધરપકડ કરી હતી.આ કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારવા સાથે સગીરાને ચાર લાખ રૂપિયા વળતર પેટે આપવા માટેનો હુકમ કર્યો છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રહેતા કમલેશ રતીલાલ ઉર્ફે ગુરુ રાવલ વર્ષ 2023માં 12 વર્ષની સગીરાનુ લગ્ની લાલચ આપીને અપહરણ કર્યું હતું. ત્યારબાદ યુવક સગીરાને વાકાનેર તરફ લઇ ગયો હતો અને ત્યાં ત્રણ દિવસ સુધી રોકાયા હતા. ત્યાં તેણે સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ યુવક સગીરનાને પરત મુકી ગયો હતો. જેથી સગીરાએ તેના ભાઇને પોતાની તમામ હકીકત જણાવી હતી. જેથી તેણી ભાદરવા પોલીસ સ્ટેશનમાં અપહરણ તથા બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસ દ્વારા આરોપી કમલેશ રાવલની ધરપકડ કર્યા બાદ બંને મેડિકલ ચેકઅપ કરાવ્યા હતા. જેમાં પુરવાર થયું હતું કે આરોપીએ સગીરા પર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. જેનો કેસ સ્પેશ્યલ જજ (પોક્સો) અને એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ જે એ ઠક્કરની કોર્ટમાં ચાલી જતા બંને પક્ષોના વકીલો દ્વારા દલીલો કરવામાં આવી હતી. જે દલીલો તથા પુરાવાને ગ્રાહ્ય રાખીને જજ દ્વારા યુવકને કસુરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા તથા સગીરાને રૂ.4 લાખ વળતર ચુકવવા માટેનો હુકમ કર્યો છે.