વડોદરા તારીખ 22
વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર સંગમ ચાર રસ્તા પાસે લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલો વહેલી સવારથી જ બંધ હોય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. બંને તરફના વાહનો સામસામે આવી જવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ હતી.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સર્કલ તથા ચાર રસ્તા પર ટ્રાફિકનું યોગ્ય રીતે સંચાલન થાય તેના માટે સિગ્નલ મૂકવામાં આવ્યા છે. તાજેતરમાં જ કેટલાક વિસ્તારમાં લગાવેલા ટ્રાફિક સિગ્નલ બંધ હોય તેમના રીપેરીંગનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ સંગમ ચાર રસ્તા પાસે આવેલા સર્કલ પર આજે વહેલી સવારથી જ ટ્રાફિક સિગ્નલ બંધ હતા. જેના કારણે ઘણા વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલકો સિગ્નલ ચાલુ હોય ઉભા તો રહ્યા હતા પણ ચાલુ નહીં થવા ના કારણે અવઢવમાં પણ મુકાઈ ગયા હતા અને સામસામે વાહનો આવી જતા ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સિગ્નલ નું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું.
