આખા વડોદરાને નજરકેદ કરાયું હોવાનો કોંગ્રેસ પ્રમુખ કપિલ જોશીનો આક્ષેપ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસ વખતે પોલીસે તમામ કોંગ્રેસ નેતાઓ પર વોચ ગોઠવી તેમને નજરકેદ કરી દીધા હતાં. શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીને પોલીસ કોંગ્રેસ કાર્યાલયમાંથી ઉઠાવી ગઈ હતી. જોશીએ એવો આક્ષેપ કર્યો હતો કે અમે સ્પેનના પ્રધાનમંત્રી પણ આવી રહ્યા હોવાથી વિરોધનો કોઈ કાર્યક્રમ આપ્યો નથી, છતાં પોલીસ આવીને ઉઠાવી ગઈ તે સરકારની તાનાશાહી છે.
સેનેટ મેમ્બર અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા કપીલ જોષીએ જણાવ્યું હતું કે અત્યારે હું નજરકેદમાં છું. તમને આશ્ચર્ય થશે કે મારા ઘરની બહાર વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પોલીસનો જમાવડો છે. તમને એ પણ જણાવવું કે ના તો મેં કોઈનું ખૂન કર્યું છે, ના તો વિજય માલ્યાની જેમ દેશના પૈસા લઈને ભાગી ગયો છું. હું એક નાનો કાર્યકર્તા છું. કોંગ્રેસ પક્ષનું જે કોઈપણ યોજના ઉપર યોજના નિષ્ફળ ગઈ હોય કે કોઈ ભ્રષ્ટાચાર થયો હોય તે તેની સામે ભાજપ ની રાજ્ય કે કેન્દ્ર સરકાર ને પ્રશ્ન પૂછાતો હોય છે અને આંદોલન પણ કરતા હોય છીએ.
આજે મને નજર કેદ કરવામાં આવ્યો છે. હું કોઈનાથી ડરતો નથી પણ જે રીતે ભાજપ સરકાર પોલીસને આગળ કરીને અમને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ જર્મની ની હિટલરશાહીનું દમન ભારતમાં સરજવા માંગે છે. અમે કોંગ્રેસના સિપાઈ તરીકે આ સરજવા દેવા નહિ દઈએ.
આજે જે રીતે આશરે 1100 કરોડ પ્રતિ વર્ષ જે રીતે પ્રચાર પ્રસારમાં લગાડે છે. જે તામ જામ સર્જો છો. એ એક વડાપ્રધાનનો નહિ આ એક કોઈ ઇવેન્ટ મેનેજર નો લાગે છે. આજે વડોદરા તમારા લીધે કર્ફ્યુની છાવણીમાં ફેરવાઈ ગયું છે. તમને ખરેખર આવું વડોદરા જોવાની શરમ આવી જોઈએ. જ્યાં લોકોની મુક્તિ હોય અને લોકો વડાપ્રધાન ને આવકારવા બેઠા હોય તેવું નથી હકીકત એ છે કે વડોદરા ની પ્રજા વહીવટી તંત્રથી ત્રાહિમામ પોકારી ગઈ છે.
વરસાદમા અને પુરની પરિસ્થિતિમાં પ્રજા તમારી મદદ માટે રાહ જોઈ રહી હતી. ત્યારે માત્ર વિપક્ષ નહિ પણ તમારા પોતાના પક્ષ ના માણસો પણ એકબીજા સામે આક્ષેપો કરતા હતા અને વહીવટી અધિકારી ઓ થી થાકી ગયા છે એમ કહેતા હતા .આ તો જો તમે પ્રજાની વેદના સાંભળવા આવ્યા હોત તો વાત ઠીક હતી પણ તમે તો આ ઇવેન્ટ મેનેજમેન્ટ નો ખેલ પાડવા આવ્યા છો.
અને જે રીતે વડોદરા રોશનીનો જે તામજામ ઉભો કર્યો છે એની પાછળના અંધારા આવનારા દિવસોમાં અમે પ્રગટ કરવાના છીએ.
વડોદરા વાસીઓના નાગરિકોને અપીલ કરું છું મારો એક દાખલો એના માટે આપું છું કે જો તમે પણ ભાજપની સરકારને પ્રશ્ન કરશો તો શું હાલત થાય છે એનું એક આ ઉદાહરણ છે જાણે કે આપણે કશું બોલવાનું જ નથી શું આ લોકશાહી દેશ છે મેં મારો કોઈ કાર્યક્રમાં જાહેર નથી કર્યો દેખાવો નથી કરવાનો હું બીજા કામ માં પડ્યો છું પણ વારે તહેવારે જયારે કોઈ પણ યુનિવર્સીટી નો કાર્યક્રમ હોય કે ભાજપ ના મુખ્મંત્રી કે પ્રધાનમંત્રી આવવાના હોય ત્યારે અમારી નજર કેદ કરે છે. જે એ વાત સ્પષ્ટ થાય છે કે તમને કોંગ્રેસ ના નાના સિપાહી આ સરકારે કેટલી ડરે છે તો આખું વડોદરા જાગૃત થશે તો આ ભાજપ ની સરકારનું શું થશે.
મને ખબર છે કે મને તો નજર કેદ કરવામાં આવ્યો છે પણ આજે આખું વડોદરા જુદી રીતે નજરકેદ માં છે એટલે આ એક આતંક નું વાતાવરણ છે આનંદ નું નહિ.