Vadodara

વડોદરા શહેરના પ્રથમ નાગરિકનો વિસ્તાર બેહાલ…

મેયર પીંકી સોની શહેરને સ્માર્ટ સુંદર કરવામાં નિષ્ફળ

વડોદરાના મેયર પિન્કી સોનીના વોર્ડમાં પોકળ ગતીએ ચાલતા કામથી સ્થાનિકોમાં ભારે રોષ.
લગભગ દોઢ મહિનાથી પડેલા ભુવામાં માટીનું પુરાણ કરી છોડી દેવામાં આવ્યું એનાથી થોડીક જ દૂર રોડની વચ્ચે જેસીબી લાવીને મૂકી દીધું જેનાથી વાહન અવર-જવર કરનાર લોકોને તકલીફ પડી રહી છે.સ્થાનિકોએ કીધું રોડની વચ્ચે જેસીબી મૂકી દેવાથી કેટલાક અકસ્માતો થયા છે તે છતાં અધિકારીઓ સ્ત્તાધીશો અને અમારા વોર્ડના કાઉન્સિલરો કોઈપણ પ્રકારની ગંભીરતાને સમજતા નથી, ચૂંટણીમાં ચૂંટાયા પછી આજ દિન સુધી કાઉન્સિલરો વોર્ડમાં દેખાયા નથી અને અત્યાર સુધી અમારા કાઉન્સિલરોને જોયા પણ નથી વોર્ડ નંબર ચાર એટલે મેયરનો વોર્ડ એમ માનીને બેઠેલા કાઉન્સિલરો આ વિસ્તારમાં કોઈ પ્રકારનું કામ વિકાસનું કામ કરતા નથી આજે છેલ્લા દોઢ મહિનાથી ભુવામાં માટીનું પુરાણ કરી માટીનો ઢગલો કરી દેવામાં આવ્યો છે જેના કારણે અવરજવર કરનાર વાહન ચાલકો ને ખૂબ આપદા પડે છે આસપાસના વેપારીઓને ધૂળ ઉડીને આવે છે જેના કારણે ખૂબ તકલીફ પડે છે વિસ્તારના લોકો હેરાનગતિ અનુભવી રહ્યા છે ત્યારે બીજી તરફ જેસીબી મશીન રોડની વચ્ચોવચ લઈને મૂકી દેવામાં આવ્યું છે જેના કારણે પણ વિસ્તારમાં લોકોને ખૂબ તકલીફો નો સામનો કરવો પડે છે. વચ્ચે પડેલા જેસીબી મશીનમાં અનેક વાહનો અથડાયા છે અકસ્માતો થયા છે તે છતાં આ મશીનને અધિકારીઓ અને સત્તાધીશો કોઈ નિકાલ લાવતા નથી અને અનેકવાર રજૂઆતો કરી છે છતાં કોઈ સાંભળવા તૈયાર નથી જેના કારણે વિસ્તારના લોકો ત્રાહિમાન થઈ ગયા છે.

વોર્ડ નંબર ચારના સ્થાનિકોનું કહેવું છે બે કે ત્રણ દિવસનો સમય અમે આપ્યા છે જો ત્યાં સુધીમાં jcb મશીન અહીંયા થી હટાવવામાં નહીં આવે તો અમે જાતે આ મશીનને ધક્કો મારીને હટાવી દઈશું અને રોડ વચ્ચે પડેલા ખાડાનો તાત્કાલિક ધોરણે પુરાણ કરી રીપેર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરીશું અને નગર સેવકોનો ઘેરાવો પણ કરીશું.

બીજા સ્થાનિકે જણાવ્યું હતું મેયર પિન્કીબેન સોનીનો આ વોર્ડ હોવા છતાં પોકળ ગતીએ કામગીરી ચાલી રહી છે મેયરના વોર્ડમાં જ જો આ રીતે પોકડ ગતી એ કામગીરી ચાલતી હોય તો શહેરમાં કેવી કામગીરી ચાલતી હશે એ પણ એક સવાલ છે સરદાર એસ્ટેટ પાછળથી રામદેવ નગર એક તરફ જતો માર્ગ છે તે રોડ પર કોઈ કામગીરી ચાલુ હતી તે માટે hitachi મશીન એક થી દોઢ મહિનાથી અહીં અડધો રોડ રોકી એવી રીતના મુકવામાં આવ્યું છે જેના કારણે વિસ્તારના લોકોને ખૂબ તકલીફો વેઠવી પડે છે. પિન્કીબેન સોની ને આ વિસ્તારમાં કોઈ કામ કરવામાં કોઈ રસ જ નથી એમ લાગી રહ્યું છે. અમારા વોર્ડના કાઉન્સિલરો ક્યારે અમારા વિસ્તારમાં દેખાયા નથી. આગળ પડેલા ખડા ના કારણે આ જેસીબી મશીન લાવવામાં આવ્યું હતું. દિવાળી પહેલા પડેલા ભુવા ના કામ અર્થે આ મશીન અહીં લાવવામાં આવ્યું હતું દિવાળી પૂર્ણ થઈ ગઈ તહેવારો પતી ગયા તે છતાં કોઈ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. સ્થાનિકોએ વધુ જણાવતા કહ્યું હતું . વોર્ડ નંબર ચારના કાઉન્સિલરો અજીતભાઈ, વિનોદભાઈ ભરવાડ, પિન્કીબેન સોની, રેખાબેન, આમાંથી કોઈપણ કાઉન્સિલરો જોવા પણ નથી આવતા તો સમસ્યાઓ શું દૂર કરશે.

Most Popular

To Top