વૈકુંઠ 2ના રહીશોની વારંવાર રજૂઆત છતાં તંત્ર ભર નિંદ્રામાં
આંદોલનના માર્ગે ઉતરી તંત્રને જગાડવા પ્રયાસ કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારી

( પ્રતિનિધિ )વડોદરા,તા.23
વડોદરા શહેરમાં આવેલા વૈકુંઠ 2 માં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની નલિકામાં લીકેજની સમસ્યા સર્જાય છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા હવે સ્થાનિક લોકોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સ્થાનિક રહીશોના કહ્યા મુજબ જીઇબીનો પોલ આવેલો છે. એના નીચેથી પાણીની લાઈન લીકેજ થઈ રહી છે. છેલ્લા છ મહિનાથી આ સમસ્યા છે. વારંવાર રજૂઆત કરી છે છેલ્લા દસ દિવસથી તો એવી પરિસ્થિતિ છે કે કદાચ ઘણા બધા હજારો ગેલન પાણી નીકળીને રોડ ઉપર જઈ રહ્યું છે. ઉપર ઇલેક્ટ્રીક પોલ આવેલો છે. જો એમાંથી કોઈ કરંટ પસાર થશે અને હાઈટેન્શન લાઈન પણ જઈ રહી છે નીચેથી આ લાઈન લીકેજ થઈ છે. ભીના થવાના કારણે જો આ પોલ નીચે પડ્યો તો મોટો અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેશન જીઇબી પર ટોપલો ધોડે છે અને જીઇબી કોર્પોરેશનને કહે છે. અમારી સ્થાનિક લોકોની એક જ રજૂઆત છે કે, વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ અમે ઓનલાઈન પણ ફરિયાદ નોંધાવી છે. પણ કોઈ પણ પ્રકારની કામગીરી કર્યા વગર ફરિયાદને ટાઢી દેવામાં આવી છે લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી. જો વહેલામાં વહેલી તકે અમારી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અમારી વૈકુંઠ બે સોસાયટીના તમામ લોકો અહીંયા રામધૂન કરીને ધરણા પર બેસીશું.
