Vadodara

વડોદરા : વીઆઈપી રોડ પર રહેતા યુવકની લાશ શંકાસ્પદ હાલતમાં નિઝામપુરામાં કોમ્પ્લેક્સના દાદર પરથી મળી

વડોદરા તારીખ 6

વીઆઈપી રોડ પર રહેતા 35 વર્ષીય યુવકની લાશ નિઝામપુરા વિસ્તારમાં રસ્તા પાસેના કોમ્પલેક્ષના દાદર પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ યુવકનું કુદરતી મોત થયું છે કે તેની હત્યા કરવામાં આવી છે તેનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બીજી તરફ પોલીસે મૃતકના પરિવારજનોની પણ પૂછપરછ શરૂ કરી યુવક વીઆઈપી રોડ પર રહેતો હોય નિઝામપુરામાં કેમ આવ્યો હતો તેની વિગત જાણવા પણ પ્રયાસ કર્યો છે.
વડોદરા શહેરના વીઆઈપી રોડ પર આવેલી વીરનગર સોસાયટીમાં રહેતા આકાશ પ્રવીણભાઈ શાહ ( ઉંમર વર્ષ 35)ની નિઝામપુરા વિસ્તારમાં ડીલક્ષ ચાર રસ્તા પાસે અર્પણ કોમ્પ્લેક્સમાં દાદર પરથી લાશ મળી આવી હતી. જેની જાણ કરાતા ફતેગંજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી છે. પોલીસ દ્વારા મૃતક યુવકના પરિવારજનોનો સંપર્ક કરીને તેમને પણ હોસ્પિટલમાં બોલાવી લીધા હતા. જોકે મૃતકના શરીર પરથી ઇજાના નિશાન મળ્યા હોય તેના મોતને લઈને શંકા કુશંકાઓ ઊભી થઈ રહી છે. ત્યારે યુવકનું કુદરતી મોત થયું છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે તેની ઘનિષ્ઠ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top