14 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી યોજાશે WPL 2025 :
વડોદરા,લખનૌઉ,બેંગ્લોર અને મુંબઈમાં મેચ રમાશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.16
બરોડા ક્રિકેટ એસોસિયેશન મોટી જવાબદારી સોંપવામાં આવી છે. વિમેન્સ પ્રીમિયર લીગ 2025નું શિડ્યુઅલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના ફાળે કુલ 6 મેચ આવી છે. જે નવ નિર્મિત કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે. 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ દરમિયાન આ મેચો સાંજે 7:30 વાગે શરૂ થશે. 15 માર્ચના રોજ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં WPLની ફાઈનલ મેચ રમાશે.

વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ ખાતે તાજેતરમાં જ વેસ્ટઈન્ડિઝ અને ભારતીય ક્રિકેટ ટીમ વચ્ચે ઈન્ટરનેશનલ મેચ રમાઈ હતી. ત્યારે હવે બરોડા ક્રિકેટ એસોસિએશનને વધુ એક વખત મોટી જવાબદારી સોંપવામાં આવી છે. વિમેન્સ પ્રીમિયર લીગ 2025 નું શિડ્યુઅલ જાહેર કરવામાં આવ્યું છે. આ મેચો આગામી 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી યોજાનાર છે. જોકે આ વુમન્સ પ્રીમિયર લીગનો વડોદરાથી પ્રારંભ થશે. આ વખતે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે 6 મેચ રમાશે. વુમન્સ પ્રીમિયર લીગનો પ્રારંભ પણ વડોદરાથી જ થનાર છે. જેમાં પ્રથમ 14 તારીખે ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે, 15 ફેબ્રુઆરીએ મુંબઈ ઇન્ડિયન અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે, 16 ફેબ્રુઆરીએ ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે, 17 ફેબ્રુઆરીએ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે અને વડોદરામાં અંતિમ મેચ 19 ફેબ્રુઆરી ના રોજ યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે રમાશે. જ્યારે આ સિવાયની બીજી મેચો લખનૌઉ બેંગલોર અને મુંબઈમાં રમાશે. 15 મી માર્ચના રોજ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં વુમન્સ પ્રીમિયર લીગની ફાઈનલ મેચ રમાશે.