Vadodara

વડોદરા : વિધાનસભાના વિપક્ષી નેતાએ SSGમાં દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીની લીધી મુલાકાત,રાજ્ય સરકાર સામે કર્યા આકરા પ્રહારો

કોંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતાએ પોલીસ અને સરકાર પર સવાલો ઉઠાવ્યા :

અમિત ચાવડાએ કહ્યું ગુજરાતમાં ગુનેગારો અસામાજિક તત્વો અને બુટલેગરો બન્યા છે બેફામ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.20

ભરૂચના ઝઘડિયા તાલુકાના એક ગામમાં આશરે નવ વર્ષીય બાળકી થયેલ દુષ્કર્મની ઘટનામાં ઇજાગ્રત બાળકીને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જ્યાં આજરોજ ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાએ આ બાળકીની મુલાકાત લઇ રાજ્ય સરકાર સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા હતા.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં શ્રમજીવી પરિવારની દસ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી આ બાળકીને વધુ સારવાર વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાલી રહી છે. ગતરોજ ઝારખંડ સરકારના મંત્રી સહિત ટીમે આ બાળકીની મુલાકાત લીધી હતી. તેવામાં બીજા દિવસે શુક્રવારે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ આ બાળકીની મુલાકાત લીધી હતી. અમિત ચાવડાએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. દસ વર્ષની માસુમ સાથે બરબરતા પૂર્વક દુષ્કર્મ કર્યું છે. માસુમ દિકરી પર હેવાનિયત કરવાનો વિચાર પણ કેવી રીતે આવે, દીકરી હજી વેન્ટિલેટર ઉપર છે. આપણે પ્રાર્થના કરીએ કે, દીકરી વહેલી તકે સ્વસ્થ થઈ જાય. દાહોદ, સુરેન્દ્રનગર, વડોદરા, સુરત ભરૂચ સહિત અનેક જગ્યાએ માસુમ દીકરીઓ પર દુષ્કર્મ થઈ રહ્યા છે. સમાજને ઝંઝોળી નાખે અને હચમચાવી નાખે તેવી ઘટના બની રહી છે.

અમિત ચાવડાએ પોલીસ તંત્ર અને સરકાર પર પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. વધુમાં તેમણે કહ્યું હતું કે, હવે ગુજરાતમાં કાયદાનો ડર રહ્યો નથી. સમાજમાં એક બાદ એક આવી ઘટનાઓ બને અને બળાત્કારીઓને કોઈપણ ડર નથી તેવું વાતાવરણ ગુજરાતમાં ઊભું થયું છે. ગુજરાતમાં ગુનેગારો અસામાજિક તત્વો અને બુટલેગરો બેફામ બન્યા છે. આરોપીને ફાંસીની સજા આપવી જોઈએ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવો જોઈએ. દિલ્હીમાં નિર્ભયાકાંડ જેવો બનાવ ભરૂચની દીકરી સાથે બન્યો છે. ગરીબ પરિવાર છે એટલે કોઈ ધ્યાન આપી રહ્યું નથી. સરકાર શ્રમજીવીઓને સુરક્ષા પ્રદાન કરવામાં પણ તેમણે આક્ષેપ કર્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઈ સલામત નથી, તેવી સ્થિતિનું આજે નિર્માણ થયું છે. આવી ઘટનાથી સરકારનું હૃદય કંપવું જોઈએ. પરિવાર પરપ્રાંતીય છે સરકારને મત મળે તેવી આશા નહીં દેખાઈ રહી હોય એટલે હજી સુધી દીકરીના પરિવારને મળવા કોઈ આવ્યા નથી. દીકરીને જોવા નથી આવ્યું. દીકરી અને પરિવારની ગુજરાત સરકારને કોઈ ચિંતા નથી. ગૃહ રાજ્ય મંત્રી બ્રાન્ડીંગમાં વ્યસ્ત છે અને સરકાર લોકાર્પણ અને ઉદઘાટનોમાં અભ્યાસ થવાનું તેમણે પોતાના નિવેદનમાં ઉમેર્યું હતું.

Most Popular

To Top