Vadodara

વડોદરા : વિદેશના વર્ક પરમિટ વિઝાના બહાને 6 યુવકો પાસેથી ઠગે રૂ.19.20 લાખ પડાવ્યા

ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ઇમિગ્રેશનના સંચાલકે કેનેડા ન્યૂઝીલેન્ડ દુબઈ અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમીટ વિઝા બનાવી આપવાનું કહીને છ યુવક પાસેથી રૂપિયા 19.20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પરંતુ ઘણા મહિના થઈ ગયા હોવા છતાં આ એજન્ટે વિઝાની કોઈ પ્રોસેસ કરી ન હોય તમામ યુવકોએ રૂપિયા પરત માંગવા છતાં ખોટા ખોટા વાયદા બતાવીને રૂપિયા પરત આપતો ન હતો. જેથી યુવકે ભાવિન શાહ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા નિકુલભાઈ પંડ્યા (ઉ.વ. 26) અને તેમના મિત્રોને ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્સીના સંચાલકે વિદેશમાં નોકરી માટેના વર્ક પરમિટના વીઝા બનાવી આપવાનું કહયુ હતું. જેથી એપ્રિલ 2024માં તેઓ અને તેમના મિત્રો સ્નેહ રાય અને પૂર્વેશ ચૌહાણે ન્યૂઝીલેન્ડ અને કેનેડા માટે વર્ક પરમિટ મેળવવા ભાવીનભાઈની ઓફિસનો સંપર્ક કર્યો હતો. ભાવીન શાહે દરેક વ્યક્તિ દીઠ 9 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેથી યુવકે રૂ. 2 લાખ એડવાન્સ તરીકે ચૂકવવા કહ્યું હતું. વિઝાની પ્રોસેસ કરવા માટે ત્રણેય મિત્રોએ 6 લાખ રૂપિયાના ચેક અને ડોક્યુમેન્ટ્સ સોંપ્યા હતા. પરંતુ ચાર મહિના થઈ ગયા હોવા છતાં પણ વિઝા પ્રોસેસ શરૂ કરી ન હતી. જેથી યુવક રૂપિયા પરત માંગ્યા હતા. પરંતુ ભાવીન શાહે રૂ.1.61 લાખના ચેક આપ્યા હતા. જે ચેક બેંકમાં ડિપોઝિટ કરાવતા ઇન્સફિશિયન્ટ ફંડ તથા સ્ટોપ પેમેન્ટ કરી દેવાના આવ્યું હોય ચેક પરત થયા હતા. ત્યારે ભાવિન શાહે ન્યૂઝીલેન્ડ કેનેડા, દુબઈ અને ઓસ્ટ્રેલિયાના વિઝાની પ્રોસેસ કરવા માટે અન્ય યુવક નેહલકુમાર ઠક્કર, રૂપી વ્યાસ, માન મહેન્દ્રસિંહ, હર્ષદ વાઘેલા અને નિસર્ગ પાટીલ પાસેથી પણ રૂપિયા આપ્યા હતા. તેમની પણ કોઈ પ્રોસેસ કરી ન હોય આ યુવકોએ પરત માંગવા છતાં છ યુવકો પાસેથી લીધેલા રૂપિયા 19.20 લાખ ભાવિન શાહ પરત આપતો ન હતો. આખરે કપુરાઇ પોલીસ મથકમાં ઠગ ભાવિન શાહ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

Most Popular

To Top