વાઘોડિયા રોડ પર નંદવન ફ્લેટ, વૈકુંઠ સોસાયટી-1 ખાતે ડીપીમાં આગ
ભારે વરસાદના કારણે વૈકુંઠ સોસાયટી-1 ના નંદવન ફ્લેટ પાસે આવેલ વિજ કંપનીના ડિસ્ટ્રિબ્યુશન પોઈન્ટ ડીપીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાની સાથે જ સ્થાનિક રહેવાસીઓએ તરત ફાયર બ્રિગેડ અને વીજ વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ ડી.પી.ને ભારે નુકસાન થયું છે. વીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગનું કારણ શોર્ટસર્કિટ હોઈ શકે છે. હાલ વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે.