વડસર બ્રિજથી દરબાર ચોકડી જવાના માર્ગે પસાર થઈ રહેલી કારમાં આગ :
ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો :
વડોદરા શહેરમાં વધુ એક કાર ભડકે બડી હતી. શહેરના વડસર બ્રિજથી દરબાર ચોકડી જવાના માર્ગે પસાર થઈ રહેલી કારમાં આગળના ભાગેથી ધુમાડા નીકળ્યા બાદ આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સદ નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ગતરોજ વહેલી સવારે આજવારોડ કમલા નગર તળાવ સામે સીએનજી કારમાં મૂકી હતી. ત્યારબાદ બીજા દિવસે વધુ એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. વડોદરા શહેરના વળસર બ્રિજથી દરબાર ચોકડી જવાના માર્ગે એક કાર પસાર થઈ રહી હતી. જે કારમાં આગળના ભાગેથી ધુમાડા નીકળ્યા બાદ અચાનક આગ લાગતા ચાલક સહિત પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોમાં પણ ફાફડાટ ફેલાયો હતો. કેનેરા બેન્ક સામેથી પસાર થયેલી કારમાં અચાનક આગથી તંત્રમાં પણ દોડધામ બચી ગઈ હતી.
કારના આગળના ભાગેથી આગની જ્વાળાઓ નીકળતા અન્ય વાહનો પણ થંભી ગયા હતા બનાવની જાણ કરવામાં આવતા ફાયબ્રિગેડના જવાનો તાબડતોડ સ્થળ ઉપર પહોંચ્યા હતા. અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો છે. જ્યારે બીજી તરફ નજીકમાં જ આવેલી અંબે સ્કૂલ છૂટતા બાળકો સહિત લોકોના ટોળા આ નજારો જોવા ઉમટી પડ્યા હતા.