વડોદરા તા.18
વડોદરા શહેર અને જિલ્લાના પાંચ આઇપીએસ સહિત 105 આઇપીએસ અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં ડીસીપી ઝોન 1 જેસી કોઠીયા, ઝોન 2 અભય સોની, ઝોન 4 પન્ના મોમાયા, ડીસીપી ક્રાઈમ યુવરાજસિંહ જાડેજા તેમજ એસ.પી રોહન આનંદ ની અન્ય જગ્યાએ બદલી કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આઇપીએસની બદલીઓ વચ્ચે વડોદરા પોલીસ કમિશનર દ્વારા પાંચ પીઆઇ ની આંતરિક બદલીના હુકમ પણ કરવામાં આવ્યા છે.
જેમાં વડોદરા શહેરના ઝોન 1 જે સી કોઠિયા, ઝોન 2 ડીસીપી અભય સોની, ઝોન 4 પન્ના મોમાયા તથા ડીસીપી ક્રાઈમ જાડેજા તથા એસપી રોહન આનંદની બદલી કરીને અન્ય જગ્યા પર મૂકી દેવામાં આવ્યા છે. જ્યારે ડીસીપી ઝોન ટુ અભય સોનીની જગ્યા પર વેસ્ટર્ન રેલવેના સરોજ કુમારીને મૂકવામાં આવ્યા છે. જ્યારે આઇપીએસ અધિકારીની બદલીઓ વચ્ચે વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા પાંચ પીઆઈની આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે.
જેમાં કારેલીબાગ PI એચ.એમ વ્યાસની ટ્રાફિકમા બદલી કરાઈ છે. જ્યારે તેમની ખાલી પડેલી જગ્યાએ ટ્રાફિક PI એન.એમ ચૌધરીને નિમણૂક અપાઈ છે. તેવી જ રીતે
લાયસબ્સ બ્રાન્ચના PI એલ.જે મિયાત્રાની સયાજીગંજ,
ગોત્રી 2nd PI એ.એમ પરમારની જવાહરનગર,
સયાજીગંજ 2nd PI એસ.જે પંડયાની લાયસન્સ બ્રાન્ચમાં બદલી કરી દેવામાં આવી છે.