*
વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.૭, મે ના રોજ યોજનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના આદેશ અનુસાર દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને ઘરે જઈને મતદાન કરવામાં આવી રહ્યું છે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની ૧૦ વિધાનસભા મતદાર વિભાગમાંથી આવા ૧૧૬૩ નાગરિકો પાસેથી નિયત ફોર્મ મેળવવામાં આવ્યા હતા.જે પૈકી ૭૮૮ દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોએ ઘરે બેઠા મતદાન કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા લોકસભા મત વિભાગમાં 85 થી વધુ વયના ૮૭૩,દિવ્યાંગો ૨૫૫ અને અન્ય ૩૫ મતદારોએ ઘરે બેઠા મતદાન કરવા માટે નિયત ફોર્મમાં અરજી કરી હતી.
વડોદરા લોકસભા મત વિભાગમાં ૭૮૮ દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને ઘરે બેઠા કર્યું મતદાન
By
Posted on