Vadodara

વડોદરા : લોકમાતા અહલ્યાબાઈની 229મી પુણ્યતિથિ, સરકારી શાળાના બાળકોને જીવન કાર્યો અંગે માહિતકાર કરાયા

અહલ્યાબાઈ હોલકરજીની 229મી પુણ્યતિથિ નિમિતે આજે અકોટા વિસ્તારમાં આવેલ માઁ-ભારતી પ્રાથમિક શાળા ખાતે અહલ્યાબાઈ હોલકરજીએ કરેલા સમાજમાં કાર્યો અને તેઓ આદર્શ પાત્રની બાળકોને જાણકારી આપવામાં આવી હતી.

અહલ્યાબાઈ સામાન્ય ગામડાની કન્યામાંથી રાજમાતા બન્યાં હતાં એ સત્ય ભલે સાંભળવામાં સરળ હોય, પરંતુ તેમનું સમગ્ર જીવન સંઘર્ષમય જ રહ્યું.છતાં આ એકલી સ્ત્રીએ રાજકાજ એવી રીતે સંભાળ્યું કે, આજેય ભારતવર્ષ તેમને યાદ કરીને વંદન કરે છે. લોકમાતા અહલ્યાબાઈની ખાસિયત એ હતી કે, વિરહનાં વાદળો છવાયેલાં હોવા છતાં ધર્મપરાયણતા, વિવેક અને દયા-મમતા તેઓ કદી ચૂક્યાં નહોતાં. તેમણે દુઃખથી કે મુશ્કેલીઓથી છટકવા કદી ભાગેડુ વૃત્તિનો આશરો લીધો નહીં. સંકટોનો હંમેશાં હિંમતપૂર્વક મુકાબલો કર્યો. સતર્ક રહીને ધૈર્ય અને ક્ષમતાથી પ્રત્યેક પરિસ્થિતિનો સામનો કરી વિજય મેળવ્યો. સંકટો સામે ક્યારેય ઝૂક્યાં કે ગભરાયાં નહી. અપયશ મળવાના ડરથી ક્યારેય અચકાયાં નહીં કે યશ કે વિજય મળવાથી ક્યારેય હરખઘેલાં થયાં નહિ. અહલ્યાબાઈએ પત્ની, માતા, પુત્રીના આદર્શો લોકો સામે મૂક્યા. પોતે આજીવન લોકમાતા બની રહ્યાં. જ્યારે સ્ત્રીઓનું જીવન ધરની ચાર દીવાલોમાં જ સીમિત હતું ત્યારે તેમણે એક કાર્યક્ષમ અને બાહોશ સ્ત્રી રાજકર્તાનો આદર્શ પૂરો પાડ્યો. ત્યારે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ માઁ-ભારતી પ્રાથમિક શાળા ખાતે અહલ્યાબાઈ હોલકરજીની જીવન ચરિત્ર પર બાળકોને સમજ આપવામાં આવી હતી. જેમાં માઁ-ભારતી પ્રાથમિક શાળા ના બાળકો અને શિક્ષિકાઓ હાજર રહ્યા હતા અને આ કાર્યકમ માં વડોદરાના યુવા સાંસદ હેમાંગ જોશી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સાથે પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સભ્યો સાથે સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top