તાજેતરના અકસ્માત બાદ વડોદરાના ફતેહગંજ પોલીસ એક્શનમાં

તાજેતરમાં નશામાં ધૂત રક્ષિત નામના વાહન ચાલકે અનેક ટુ-વ્હીલર્સને ટક્કર મારીને એક મહિલાનું મોત અને સાત અન્ય ઘાયલ કર્યા બાદ, ફતેહગંજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગઢવીએ આ વિસ્તારમાં મોડી રાત્રે થતી પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી શરૂ કરી છે.

આ કાર્યવાહીના ભાગ રૂપે, ફતેહગંજના નિઝામપુરામાં રાત્રે ચાલતા તમામ ફૂડ લારીઓ, ચાહ નાસ્તા ની દુકાનો, લારી ગલ્લાને બંધ કરવાની ફરજ પાડવામાં આવી હતી. પોલીસે શંકાસ્પદ વાહનો પર પણ તપાસ હાથ ધરી હતી અને દુકાનદારોને રાત્રે 11:00 વાગ્યા સુધીમાં તેમની દુકાનો બંધ કરવાની સૂચના આપી હતી.

વધુમાં, લારી ગલ્લા ખાની પીણી ની રેસ્ટોરન્ટ માંથી વગરકામના બેસી રહેતા તત્વોને દૂર કરવા અને બીજા દિવસથી તેના પર બેસવા પર પ્રતિબંધ મૂકવા સૂચના આપવામાં આવી હતી. આ પગલાંનો હેતુ આવા અકસ્માતો અટકાવવા અને વિસ્તારમાં જાહેર સલામતી સુનિશ્ચિત કરવાનો છે.
