ચાર ટેમ્પા અને આઠ ટુ-વ્હીલર બળી ગયા
વડોદરા: ગત રાત્રે વડોદરા શહેરના લલિતા ટાવર નજીક આવેલા એક ગેરેજ પાસે પાર્ક કરેલા વાહનોમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ચાર ટેમ્પા અને આઠ ટુ-વ્હીલર સંપૂર્ણપણે બળી ખાક થઈ ગયા હતા.
લોકોમાં ફફડાટ, અને ભાઈનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકે ફાયર બ્રિગેડ ને ફોન કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારબાદ પાણીનો માળો કરી ફાયર બ્રિગેડે દોઢ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.

આગ લાગતાં આસપાસના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી દોઢ કલાકની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.
આ બનાવ અંગે અકોટા પોલીસએ ફોરેન્સિકની મદદ લઇ તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ સહિતના તમામ પુરાવાઓ એકત્ર કરી આગ લાગવાના કારણની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ ઘટનાએ ફરી એકવાર વાહન માલિકોમાં ચિંતાનો માહોલ સર્જી દીધો છે. આગ લાગવાના મૂળ કારણ અંગે પોલીસ અને ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી છે, અને વધુ વિગતો સામે આવવાની સંભાવના છે.