છેલ્લા ચાર મહિનાથી અલગ અલગ સ્થળે ભાગતો ફરતો હતો
વડોદરા તારીખ 28
શિનોર તાલુકાની 14 વર્ષે સગીરા ને લગ્નની લાલચ આપીને લઘુમતી કોમનો યુવક અપહરણ કરી ભગાડી ગયો હતો. જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જિલ્લા પેરોલ ફર્લો સ્કોડની ટીમે અમરેલી જિલ્લાના ભટવદર ગામેથી બંનેને ઝડપી પાડ્યા હતા. શીનોર પોલીસને સોપતા પોલીસે મેડિકલ કરાવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા જિલ્લાના આજવારોડ પર આવેલા સયાજીપુરા ગામમાં રહેતો જાવેદ ઇમામખાન પઠાણ એક 14 વર્ષની સગીર દીકરીને લગ્નની લાલચ આપીને અપહરણ કરી ભગાડી ગયો હતો. જેની માતાએ શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી અને સગીરાની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન માહિતી મળી હતી કે આરોપી સહિત સાથે અમરેલી જિલ્લાના ભટવદર ગામની સીમમાં રહે છે. જેના આધારે જિલ્લા પેરોલ ફર્લો સ્કોડની ટીમ અમરેલી જિલ્લામાં પહોંચી ગઈ હતી અને આરોપી અને સગીરા શોધી કાઢ્યા બાદ શિનોર પોલીસને સોંપ્યા હતા. પોલીસ સગીરાનું મેડિકલ સહિત આરોપી નું મેડિકલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.