સુશેન સર્કલથી જીઆઈડીસી તરફ જતા માર્ગે વચ્ચોવચ ભુવો ધૂણ્યો :
તંત્રે અકસ્માત ટાળવા આડશ મૂકી બેરીકેટ લગાવ્યા ..
ભુવા નગરી વડોદરામાં રેકોર્ડ બ્રેક ભુવાઓ નિર્માણ પામી રહ્યા છે, તેવામાં શનિવારે વધુ એક ભુવો સુસેન ચાર રસ્તાથી જીઆઇડીસી તરફ જવાના માર્ગે પડ્યો હતો. હાલા ભુવાને આડશ મૂકી કોર્ડન કરવામાં આવ્યો છે. જો કે દિન પ્રતિદિન શહેરમાં પડી રહેલા ભુવા પાલિકા તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી છે.
કહેવાથી અને કાગળ ઉપરની સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વરસાદમાં ભુવા ની ભરમાર જોવા મળી રહી છે. અત્યાર સુધી વડોદરા શહેરમાં ભુવાએ સદી ફટકારી દીધી છે. તેવામાં વધુ એક ભુવો નિર્માણ પામ્યો છે. હાલ તેનું કદ નાનું છે. પરંતુ છેલ્લા બે દિવસથી વડોદરામાં વરસાદીમાં હોય જામ્યો છે. જેના કારણે શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ ભીના થતા આખા રોડ બેસી જવા ગાબડા પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં શનિવારે શહેરના સુસેન ચાર રસ્તાથી જીઆઇડીસી તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર વચોવચ એક ભુવો નિર્માણ પામ્યો હતો. રસ્તાની બરોબર મધ્યમાં આ ભુવનિર્માણ પામ્યો હોય અકસ્માતનું જોખમ હોવાથી આ ભુવાને ચારે તરફથી આડસ મૂકી કોર્ડન કરવામાં આવ્યો છે.
જોકે હાલ શહેરમાં ઉદ્ભવેલી આ પરિસ્થિતિને જોતા વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતની સ્પષ્ટપણે પોલ ઉઘાડી પડી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની શરૂઆતથી જ ભુવા પડવાનો સિલસિલો શરૂ થયો હતો. જે આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. પરંતુ આજ દિન સુધી ગોકળગતીએ ચાલતી કામગીરી ધીમી ગતિએ જોવા મળી છે. હવે આપો નાનો આકાર પામ્યો છે. પરંતુ જો વહેલી તકે આ ભુવો પુરવામાં નહીં આવે તો આ મોટું સ્વરૂપ ધારણ કરી લેશે તે વાતને પણ નકારી શકાય તેમ નથી.