Vadodara

વડોદરા : રુદ્રાક્ષ આપી હિપ્નોટાઇઝ કર્યા બાદ નાગોબાવા રૂ.13 હજાર લઇ રફુચક્કર..

રૂપિયા મોઢામાં મુકી રૂપિયા ખાઇ જવાનું કહેતા પણ વેપારીએ તેના કહ્યા મુજબ રૂપિયા આપ્યાં

શહેરના સોમાતળાવ ચાર રસ્તા પાસે દુકાનમાં આવેલા નાગાબાવાએ રૂ.13 હજાર ખાઇ જવાનું કહીને મોઢામાં મુક્યા બાદ રિક્ષામાં બેસી ફરાર થઇ ગયો હતો. બાવાએ રુદ્રાક્ષ આપી વેપારી અને તેમના ભાઇને હિપ્નોટાઇઝ કર્યા બાદ ખેલ પાડ્યો હતો. વેપારીએ વાડી પોલીસ સ્ટેશનમાં બાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.  

ડભાઇની અમીપાર્ક સોસાયટીમાં રહેતા જનભાઈ પ્રફુલભાઈ સોમાતળાવ ચાર રસ્તા ખાતે ક્રોસ રોડ બિલ્ડીંગમાં પિક્સ આર્ટ નામની દુકાન ચલાવે છે. ગત 2 જૂનના રોજ બપોરના બારેક વાગ્યાની આસપાસ તેઓ ભાઈ મેહુલ સાથે દુકાનમાં હાજર હતા. દરમિયાન એક રીક્ષા તેમની દુકાનની બાજુમાં આવીને ઉભી રહી હતી. ત્યારે રીક્ષામાંથી એક નાગા બાવો ઉતરીને દુકાન ઉપર આવ્યો હતો. જેથી વેપારીએ નાગા બાવાને ડ્રોઅરમાંથી  20 રૂપિયા કાઢીને આપવા લાગ્યો હતો ત્યારે નાગા બાવા તેમને કહેવા લાગ્યો હતો કે, મારે પૈસા નથી જોઈતા હું પૈસા લેવા માટે નથી આવ્યો. ત્યારબાદ બાવો તેમની દુકાનની અંદર આવી બાવાએ લોખંડની ચેઇન ચેનમાં રૂદ્રાલ કાઢીને વેપારી તથા  તેમના ભાઈ મેહુલને આપ્યા હતા. બાદમાં નાગા બાવાએતમારી દુકાનમાં જે પૈસા રાખેલા છે તેમ કહી ડ઼્રોવર ખોલવા કહ્યું હતુ. જેથી વેપારીએ દુકાનનુ પૈસાનુ ડ્રોવર ખોલી નાગા બાવો કહ્યા પ્રમાણે રૂપિયાનો ડબ્બો બહાર કાઢીને ટેબલ ઉપર મુક્યો હતો ત્યારે બાવાએ 13 હજારની પાંચસો-પાંચસો દરની નોટો હતી ડબ્બામાંથી લઇને મોઢામાં મુકી, ખાઈ જવ તેમ કહેવા લાગ્યો હતો ત્યારે ખાલી પુછતા હોય તેમ વિચારી વેપારીએ ખાઈ જાઓ તેમ કહેતા બાવો મોઢામા રાખેલા રૂપિયા સાથે તરત જ દુકાનમાથી બહાર નિકળી રીક્ષામાં બેસીને  ફરાર થઇ ગયો હતો. જેથી વેપારીએ વાડી પોલીસ સ્ટેશનમાં નાગાબાવ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top