NOCના અભાવે ફેન પાર્કને બંધ કરાવ્યું :
હજારો ક્રિકેટ રસિકોની મોજ પર નિરાશાનું મોજું ફરી વળ્યું :
( પ્રતિનિધિ ) વડોદરા તા.26
રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય ભરમાં વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે વડોદરાના પોલો મેદાન ખાતે BCCIએ BCAની મદદથી ફેન પાર્કનું તા. 24 અને 26ના રોજ આયોજન કર્યું હતું. જેમાં આજે સાંજે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે પહોંચી NOCના અભાવે ફેન પાર્કને બંધ કરાવ્યું હતું.
આઈપીએલ દરમિયાન દેશભરના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આ વખતે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ ક્રિકેટ ફેન્સ માટે ખાસ વ્યવસ્થા કરી હતી. આ ટૂર્નામેન્ટ દરમિયાન 50 ભારતીય શહેરોમાં ફેન પાર્ક દર્શકોનું મનોરંજન કરવા માટે ખાસ ફેન પાર્કનું આયોજન કર્યું હતું. ત્યારે વડોદરા ખાતે પણ તારીખ 24 અને 26 મેના રોજ પોલો ગ્રાઉન્ડ ખાતે ટાટા આઈપીએલ ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનોરંજન સાથે મેચ જોઈ લાઈવ નિદર્શન કરવામાં આવી હતી. સ્ટેડિયમ જેવી ફીલિંગ આઈપીએલ ફેન ને મળી રહે તે માટે આકર્ષણના ભાગરૂપે વિશાળ એલઇડી સ્ક્રીન ઊભી કરવામાં આવી હતી. તેમજ બાળકો માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રમતગમત,સંગીત, ફૂડસ્ટોલ, સમાવેશ થાય છે. ફેન પાર્કની મુલાકાત આવનારા વ્યક્તિઓ પોતાની મનપસંદ ટીમ ખેલાડી અથવા ક્રિકેટ માટેના પોતાના પ્રેમને વ્યક્ત કરવા દ્વારા પોતાની ફેન મોમેન્ટ દર્શાવી શકે. દરેક સીઝન અગાઉ કરતાં વધારે મોટી થતી જાય છે. વડોદરાના પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે વિશાલ એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી હતી. આજરોજ બાઉન્ડ્રી પરની હિટ્સ, હેટ્રિકસ, અને સ્પીન્સના સાક્ષી બનવા માટે વડોદરા શહેરના ક્રિકેટ રસિકો ફેન પાર્કમાં આવી પહોંચ્યા હતા. જોકે પોલીસ અને ફાયર ની ટીમ ત્રાટકી હતી અને એનઓસીના અભાવે IPL ફેન પાર્કને બંધ કરવામાં આવ્યું હતું. લોન છે કે રાજકોટ ગેમ ઝોન ઘટના બાદ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આજે ફાઇનલ મેચ ના લાઇવ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન પોલીસ અને ફાયરિટીને પહોંચી બંધ કરાવતા ક્રિકેટ રસીકોમાં નિરાશા જોવા મળી.