Vadodara

વડોદરા: રથયાત્રા વખતે આ રસ્તા બંધ રહેશે

રેલવે સ્ટેશનથી બપોરે 1 વાગે નીકળી રથયાત્રા બગીખાના ત્રણ રસ્તા બાદ બરોડા સ્કૂલ ખાતે 8.30 વાગે સંપન્ન થશે

પ્રતિનિધિ વડોદરા તા. 5
સંસ્કારી નગરી વડોદરામાં પારંપરિક રીતે અષાઢી બીજના દિવસે વડોદરા શહેરમાંથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવશે. 7 જુલાઈના રોજ બપોરના સાત એક વાગે ગોત્રી હરીનગર ઇસ્કોન મંદિર તરફથી ભગવાન શ્રીજગન્નાથજીની 43મી રથયાત્રા રેલ્વે સ્ટેશનથી નીકળી, એમ.એસ.યુનિવર્સીટી રોડ, કાલાઘોડા સર્કલ, બરોડા ઓટો મોબાઇલ (પંચમુખી હનુમાન મંદિરા, આરાધના સિનેમા ત્રણ રસ્તા, ફૂલબારી નાકા ત્રણ રસ્તા. કોઠી ચાર રસ્તા, રાવપુરા રોડ, ટાવર ચાર રસ્તા, જયુબીલીબાગ સર્કલથી રોંગ સાઇડે, ગાંધી નગરગૃહ, પ્રતાપ સિનેમા ટીંગ સાઇડે, લાલકોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તા, ફાયર બ્રિગેડ ત્રણ રસ્તા, દાંડીયાબજાર ચાર રસ્તા, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, વીર ભગતસિંહ થોક સર્કલ, મદનઝાંપા રોડ, પથ્થરગેટ પોલીસ ચોકી ત્રણ રસ્તા,આઝાદ મેદાન,જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા, કેવડાબાગ ત્રણ રસ્તા પેલેસ મટનશોપ ત્રણ રસ્તા, બગીખાના ત્રણ રસ્તા, બરોડા સ્કુલ સામે આવી કલાક 8:30 વાગે આવી સંપન્ન થશે.રથયાત્રા દરમિયાન જાહેર જનતાને મુશ્કેલી ન પડે અને ટ્રાફિકનું સંચાલન પણ સુવ્યવસ્થિત રીતે થાય તેના માટે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને નો-પાર્કિંગ અને નો- એન્ટ્રી ઝોન જાહેર કર્યા છે. 7 જુલાઈએ બપોરના એક વાગ્યાથી 21 વાગ્યા સુધી ભગવાન શ્રીજગન્નાથ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેરનામાનું પાલન કરવા અપીલ કરાઇ છે.

7 જુલાઈને બપોરના એક વાગ્યાથી એમ.એસ.યુનિવર્સીટી રોડ, કાલાઘોડા સર્કલ, બરોડા ઓટો મોબાઇલ (પંચમુખી હનુમાન મંદિર), આરાધના સિનેમા ત્રણ રસ્તા, ફુલબારી નાકા ત્રજ્ઞ રસ્તા, કોઠી યાર રસ્તા, રાવપુરા રોડ, ટાવર ચાર રસ્તા. જયુબીલીબાગ સર્કલથી રોંગ સાઇડે, ગાંધી નગરગૃહ, પ્રતાપ સિનેમા રોગ સાઇડે લાલકોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી ફાયર બ્રિગેડ ચાર રસ્તા, દાંડીયાબજાર ચાર રસ્તાથી ડાબી બાજુ વળી, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી વીર ભગતસિંહ ચોક સર્કલથી જમણી બાજુ વળી,મદનઝાંપા રોડ, પથ્થરગેટ પોલીસ ચોકી ત્રણ રસ્તા, જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા, કેવડાબાગ ત્રણ રસ્તા, મટન પેલેસશોપ ત્રણ રસ્તા. બગીખાના ત્રણ રસ્તા બરોડા સ્કુલ સુધીના રોડની બન્ને સાઇડે. તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે ” નો-પાર્કીંગ ઝોન ” જાહેર કરાયા છે.

  • પ્રતિબંધિત રસ્તો
  • પંડયાબ્રિજથી રેલ્વે સ્ટેશન તરફ જઇ શકાશે નહીં, નટરાજ સર્કલથી રેલ્વે સ્ટેશન તરફ જઇ શકાશે નહીં, પ્રોડકટીવીટી ત્રણ રસ્તાથી (અલકાપુરી રોડ) રેલ્વે સ્ટેશન તરફ જઇ શકાશે નહીં, રેલ્વે સ્ટેશન,વીરાજંલી સર્કલથી અલકાપુરી નાળા થઇ રેલ્વે સ્ટેશન ઇનગેટ તરફ જઇ શકાશે નહીં, નરહરી સર્કલ થી કાલાઘોડા સર્કલ તરફ જઇ શકાશે નહીં, પ્રોફેસર કામદાર માર્ગ ત્રણ રસ્તા (કમાટીબાગ રોડ) થી કાલાઘોડા સર્કલ તરફ જઇ શકાશે નહી, ભીમનાથ ત્રણ રસ્તા (જેલ રોડ)થી બરોડા ઓટો મોબાઇલ થઇ કાલાઘોડા સર્કલ તરફ જઈ શકાશે નહીં, રેલ્વે હેડ કટર ( BSNL)થી જેલ રોડ તરફ તેમજ કોઠી ચાર રસ્તા તરફ જઇ શકાશે નહીં,ખાસવાડી સ્મશાન ત્રણ રસ્તાથી આરાધના સિનેમા તરફ જઇ શકાશે નહીં,નાગરવાડા ચાર રસ્તાથી સલાટવાડા ત્રણ રસ્તા તરફ તેમજ ટાવર ચાર રસ્તા તરફ જઇ શકાશે નહીં, સલાટવાડા ત્રણ રસ્તાથી ફુલબારી નાકા તરફ, કોઠી ચાર રસ્તા તરફ જઈ શકાશે નહીં, કુબેરભવન ત્રણ રસ્તાથી કોઠી ચાર રસ્તા તરફ જઇ શકાશે નહીં.કોઠી ચાર રસ્તાથી આરાધના સિનેમા તરફ જઇ શકાશે નહીં, ટાવર ચાર રસ્તાથી કોઠી ચાર રસ્તા તરફ જઇ શકાશે નહીં, નવરંગ સર્કલ (પૂજા પ્લસ) થી ટાવર ચાર રસ્તા તરફ જઇ શકાશે નહીં, જયુબીલીબાગ સર્કલથી ટાવર ચાર રસ્તા તરફ જઇ શકાશે નહીં, મહાત્મા ગાંધી નગરગૃહ થી જયુબીલીબાગ સર્કલ તરફ જઇ શકાશે નહીં, લાલકોર્ટથી મહાત્મા ગાંધી નગરગૃહ તરફ જઇ શકાશે નહીં,દાંડીયા બજાર ચાર રસ્તાથી લાલકોર્ટ તરફ જઇ શકાશે નહીં, મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા (ક્રોસ વે ચાર રસ્તા)થી દાંડીયાબજાર ચાર રસ્તા તરફ જઇ શકાશે નહીં, માર્કેટ ચાર રસ્તાથી દાંડીયા બજાર ચાર રસ્તા તરફ જઈ શકાશે નહીં, નહેરૂભવન ત્રણ રસ્તા જથી માર્કેટ ચાર રસ્તા | તરફ તેમજ બગીખાના તરફ જઇ શકાશે નહીં, માંડવી થી લહેરીપુરા દરવાજા તરફ જઇ શકાશે નહીં, બરાનપુરા, સાંઇબાબા મંદિર ત્રણ રસ્તાથી ન્યુ લહેરીપુરા રોડ તરફ, પથ્થરગેટ ચોકી તરફ જઇ શકાશે નહીં, પથ્થરગેટ પોલીસ ચોકી ત્રણ રસ્તાથી વીર ભગતસિંહ ચોક તરફ જઇ શકાશે નહીં, જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તાથી વીર ભગતસિંહ ચોક તરફ જઇ શકાશે નહીં, ગંગોત્રી એપાર્ટમેન્ટ ત્રણ રસ્તા થી જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા તરફ જઇ શકાશે નહીં, પેલેસ મટનશોપ ત્રણ રસ્તાથી જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા તરફ જઇ શકાશે નહીં , મોતીબાગ ટોપ સર્કલથી બગીખાના બરોડા સ્કૂલ તરફ જઈ શકાશે નહીં.
  • વૈકલ્પિક વ્યવસ્થા
    પંડયા બ્રિજથી નવાયાર્ડ રોડ તરફ,ફતેગંજ સર્કલ થઇ જે તે તરફ જઇ શકાશે, નટરાજ સર્કલથી પ્રોફેસર કામદાર માર્ગ તરફ, રોઝરી સ્કુલ થઇ જે તે તરફ જઇ શકાશે, પ્રોડકટીવીટી ત્રણ રસ્તા થી (અલકાપુરી રોડ) રેસકોર્ષ સર્કલ તરફ, BPC રોડ થઇ જે તે તરફ જઇ શકાશે, રેલ્વે સ્ટેશન,વીરાજંલી સર્કલથી વી.માર્ટ કટ તરફ તેમજ અલકાપુરી અરૂણોદય સર્કલ થઇ જે તે તરફ જઇ શકાશે, નરહરી સર્કલથી કાશીબા ચિલ્ડ્રન હોસ્પીટલ તરફ. સદરબજાર રોડ, ફતેગંજ સર્કલ થઇ જે તે તરફ જઇશકાશે, પ્રોફેસર કામદાર માર્ગ ત્રણ રસ્તા (કમાટીબાગ રોડ)થી નરહરી સર્કલ થઇ જે તે તરફ જઈ શકાશે, ભીમનાથ ત્રણ રસ્તા(જેલ રોડ)થી સૂર્યા પેલેસ ચાર રસ્તા તરફ, જેલ રોડ, રાજમહેલ રોડ થઇ જે તે તરફ શકાશે, રેલ્વે હેડ કર્વાટર (BSNL) થી મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા (કોસ વે ચાર રસ્તા) તરફ, રાજમહેલ રોડ થઇ જે તે જઇ શકાશે,ખાસવાડી સ્મશાન ત્રણ રસ્તાથી બહુચરાજી રોડ, નાગરવાડા થઇ જે તે તરફ જઇ શકાશે, નાગરવાડા ચાર રસ્તાથી કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફ, બહુચરાજી રોડ થઇ જે તે તરફ જઇ શકાશે, સલાટવાડા ત્રણ રસ્તાથી નાગરવાડા ચાર રસ્તા થઇ કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફ, બહુચરાજી રોડ થઇ જે તે તરફ જઇ શકાશે,કુબેરભવન ત્રણ રસ્તાથી રેલ્વે હેડ કર્વાટર (BSNL) થી મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા (ક્રોસ વે ચાર રસ્તા) થઇ જે તે તરફ જઇ શકાશે,કોઠી ચાર રસ્તાથી સલાટવાડા તરફ, કુબેરભવન થઇ જે તે તરફ જઇ શકાશે, ટાવર ચાર રસ્તાથી નાગરવાડા ચાર રસ્તા તરફ, દાંડીયાબજાર ચાર રસ્તા જઇ જે તે તરફ જઇ શકાશે, નવરંગ સર્કલ (પૂજા પ્લસ) થી દાંડીયાબજાર ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે, જયુબીલીબાગ સર્કલથી નવાબજાર સર્કલ થઇ જે તે તરફ જઈ શકાશે. મહાત્મા ગાંધી નગરગૃહથી પ્રતાપસિનેમા તરફ, કલા મંદિરના ખાંચામાં થઇ જે તે તરફ જઇ શકાશે. લાલકોર્ટથી લહેરીપુરા દરવાજા થઇ જે તે તરફ જઇ શકાશે, દાંડીયાબજાર ચાર રસ્તાથી મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા (ક્રોસ વે ચાર રસ્તા) થઇ જે તે તરફ જઇ શકાશે, મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા (ક્રોસ વે ચાર રસ્તા)થી જેલ રોડ, રાજમહેલ રોડ થઇ જે તે તરફ જઇ શકાશે, માર્કેટ ચાર રસ્તાથી વેરાઇમાતા ચોક તરફ. કિર્તીસ્થંભ થઇ જે તે તરફ જઇ શકાશે. નહેરૂભવન ત્રણ રસ્તાથી કિર્તીસ્થંભ સર્કલ રાજમહેલ ગેટ થઇ જે તે તરફ જઇ શકાશે. માંડવીથી ચાંપાનેર દરવાજા, પાણીગેટ દરવાજા, ગેંડીગેટ દરવાજા થઇ જે તે તરફ જઇ શકાશે. બરાનપુરા સાંઇબાબા મંદિરથી સંત કબીર રોડ, બરાનપુરા થઇ જે તે તરફ શકાશે, પથ્થરગેટ પોલીસ ચોકી થી બરાનપુરા, સંતકબીર રોડ થઇ જે તે તરફ જઇ શકાશે. જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તાથી નવાપુરા પોલીસ સ્ટેશન થઇ જે તે તરફ જઇ શકાશે ગંગોત્રી એપાર્ટમેન્ટ ત્રણ રસ્તાથી શક્તિકૃપા સર્કલ તરફ વિહાર ચાર રસ્તા, શરાફી હોલ થઇ જે તે તરફ જઇ શકાશે, પેલેસ મટનશોપ ત્રણ રસ્તાથી નવાપુરા, શિયાબાગ થઇ જે તે તરફ જઇ શકાશે.બગીખાના ત્રણ રસ્તાથી મોતીબાગ તોપ. નહેરૂ ભવન ત્રણ રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે મોતીબાગ તોપ થી લાલબાગ બ્રિજ તરફ અને રાજમહેલ રોડ થઇ જે તે તરફ જઇ શકાશે.

Most Popular

To Top