પ્રતિનિધિ વડોદરા તા 26
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં નશામાં ચકનાચૂર બનીને ગાડી ઓવર સ્પીડમાં ચલાવી ત્રણ વાહનોને અડફેટે લઈ એક મહિલાનું મોત તથા અન્ય સાત લોકોને હોસ્પિટલમાં પથારીએ મોકલનાર રક્ષિત ચોરસિયાને જેલમાં ધકેલાયો હતો. ઘટના સમયે રોસે ભરાયેલા ટોળાએ રક્ષિતને બરાબરનો મેથીપાક ચખાડ્યો હોય જેમાં તેને જડબાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેથી તેને એસએસજીમાં સારવાર માટે લવાતા તબીબોએ જડબામાં ફ્રેક્ચર થયું હોવાનું જણાવ્યું હતું. આજે તેને સેન્ટ્રલ જેલમાંથી પોલીસ જાપ્તા સાથે એસએસજી હોસ્પિટલમાં જડબાના ઓપરેશન માટે સર્જરી વિભાગમાં દાખલ કરાયો હતો.


વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અકસ્માત કરીને આઠ લોકોને ઉડાવનાર રક્ષિત રવિશ ચોરસીયાને હોળીના તહેવારની રાત્રિના સમયે રોષે ભરાયેલા લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. જેમાં તેને ઈજાઓ પહોંચતા એસએસજી હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી હતી. દરમિયાન રિમાન્ડ પુરા થયા બાદ રક્ષિત ચોરાસીયા ને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં જ તેને એસએસસી હોસ્પિટલમાં સર્જરી ડિપાર્ટમેન્ટમાં સારવાર માટે લવાયો હતો ત્યારે મેડિકલ ચેકઅપ બાદ તબીબોએ રક્ષિતના જડબામાં ફ્રેક્ચર થયું હોય સર્જરી કરવા માટે જણાવ્યું હતું. દરમિયાન તેને આજે બુધવારે પોલીસના જાપ્તા સાથે સેન્ટ્રલ જેલમાંથી ઓપરેશન માટે એસએસજી હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. અત્યારે ઉલ્લેખનીય છે કે રક્ષિત કાંડના આ ગુનામાં પોલીસે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા પરંતુ પોલીસ દ્વારા આરોપીએ ઘટના સમયે જે રીતે નિકિતા મેરી અને અનધર રાઉન્ડની બુમો પાડી હતી. તેનો ભેદ ઉકેલવા માટે પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા હતા પરંતુ નિકિતા કે અનધર રાઉન્ડનો કોઈ ભેદ ઉકેલાયો ન હતો.
