Vadodara

વડોદરા : યુકેના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને રેડિયોગ્રાફરને રૂ.15 લાખનો ચુનો ચાપડ્યો

પ્રતિનિધિ વડોદરા તા.27

યુકેના વર્ક પરમિટ બનાવી આપવાના બહાને ભજાબાજોએ રેડિયાગ્રાફર પાસેથી રૂ.15 લાખ પડાવી લીધા હતા.  પરંતુ વિઝા માટેની કોઇ પ્રોસેસ નહી કરી કોઇ વિઝા બનાવી આપ્યા ન હતા. જેથી તેમની પાસે વારંવાર રૂપિયાની માગણી કરતા તેઓ ખોટા વાયદા બતાવ્યા કરે છે. જેથી રેડિયાગ્રાફરે એજન્ટ સહિત ચાર ઠગો વિરુદ્ધ વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ જુનાગઢના અને હાલમાં ન્યુ વીઆઇપી રોડ પર આવેલી નાથીબાનગર -2 સોસાયટીમાં રહેતા સંકેતકુમાર વિઠ્ઠલ ગજેરા વાયરોક હોસ્પિટલમાં રેડિયાગ્રાફર તરીકે નોકરી કરે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 1991થી પરીવાર સાથે રહું છું અને મારા મકાનની નજીકમા રહેતા ધનંજય વિનોદ વાળંદે મારા પિતાને કહ્યું હતું કે પુત્રને યુકે મોકલી આપો મારો મિત્ર સાવન પારેખ (રહે.મેહસાણા ) કરાવી આપશે. તેઓ વિદેશ જવાના વિઝા કરાવી આપવાનુ વર્ષોથી કામ કરે છે. સાવન પારેખને જે પણ રૂપીયા વિઝા કરી આપવા માટે આપશો તથા જો તમારા વિઝા ન થાય તો સાવન પારેખને ચુકવેલ રકમ તમને પરત આપવવાની જવાબદારી મારી પોતાની રહેશે તેમ ધનંજય વાળેદ જણાવ્યું હતું. જેથી મે યુ.કે જવા માટેના વિઝા ધનંજય થકી કરાવવા માટે સહમત થયો હતો અને ધનંજય વાળંદે મારો કોન્ટેકટ નંબર મિત્ર સાવન પારેખને આપી દીધો હતો. જેથી સાવન પારેખે વિઝાના કામ માટે મને ફોન કરશે અને જે પ્રમાણે ડોક્યુમેન્ટ અને ફી માંગે તે પ્રમાણે તમારે ચુકવવાની રહે છે. સાવન પારેખે મારી સાથે પ્રથમ યુ.કે, જવાના વિઝા વિઝા થઈ ગયા બાદ તમને યુ.કેમાં નોકરીનુ પણ સેટલમેન્ટ કરાવી આપીશ તેવી વાતો કરી હતી. જેથી અમને સાવન પારેખ ઉપર વિશ્વાસ આપી ગયો હોય તેમણે મારા વર્ક પરમિટ વિઝા કરાવી આપાવવા અને વર્ક પરમિટ વિઝા થઈ ગયેલી યુ.કે.મા મારી નોકરીનું સેટલમેન્ટ કરાવી આપવાનું જણાવી તેના રૂ.15 લાખ ચુકવવા કહ્યું હતું. હાલમાં હુ યુકે છુ જેથી તમારે ગાંધીનગરની ખાતે મારી ઓફિસે જઇ  હર્ષ પટેલ અને મારી બેન ધારીની નાયકાને વિદેશ જવા માટેના વિઝા કરાવી આપવાનું કામ કરે છે. તમારા વર્ક પરમિટ વિઝા થઇ જશે તમે ધારીની નાયકાના બેંકમાં રૂપિયા નાખવાનું કહેતા મે તેમના ખાતામા રૂ. 15 લાખ ટ્રાન્સફર કર્યા હતા. હર્ષ પટેલ તથા સાવન પારેખ વિઝા મળી જશે તેવી ખાતરી આપી હતી. પરંતુ આજ દિન સુધી વર્ક પરમિટ વિઝા કરી આપ્યા નથી. જેથી મે હર્ષ પટેલ, સાવન પારેખ તથા ધનંજયનો સંપર્ક કરવા છતાં વિઝા માટે વાત કરતા તેઓ સતોષકારક જવાબ આપતા નથી. ત્યારબાદ ગોલ્ડન લીટલ ગેમ કંપનીનો બોગસ લેટર મોકલી આપ્યો હતો. જેથી યુવકની ફરિયાદના આધારે વારસીયા પોલીસે સાવન પારેખ, ધનંજય નાઇ, હર્ષ પટેલ તથા ધારિની દિનકર નાયકા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top