Vadodara

વડોદરા : મારે તો ભાભી સાથે પ્રેમ સંબંધ છે, તારા થી થાય તે કરી લે તેવી પતિની પત્નીને ધમકી

નોકરીમાંથી આવતો પગાર પણ પત્નીને નહી આપી ભાભી પાછળ ઉડાવતો હોવાનો આક્ષેપ

અભયમની ટીમે મહિલાના પતિનું કાઉન્સેલિંગ દ્વારા દંપતી વચ્ચે સુખદ સમાધાન કરાવ્યુ

શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતી મહિલાના પતિને તેની પોતાની ભાભી સાથે પ્રેમ સંબંધ બંધાઇ ગયો હતો. જેથી પત્ની તથા બાળકોથી દુર રહેતો હતો અને તેમની કોઇ સારસંભાળ નહી રાખી પગાર પણ નહી આપી પત્નીને શારીરિક માનસિક ત્રાસ ગુજારતો હતો. 181 અભયમની ટીમે પતિનું અસરકારક કાઉન્સેલિંગ કરી તેણે અન્ય સ્ત્રી સાથે સંબંધ નહી રાખવા ખાતરી આપી હતી. આમ અભયમની ટીમે પતિ અને પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું.વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતી બિહારની મહિલા પરિવાર સાથે રહે છે. આ મહિલાના પતિ ખલાસી તરીકે નોકરી કરે છે. ત્યાંથી એક મહિલાએ 181 અભયમની નંબર ફોન કરી જણાવ્યું હતું કે મારા પતિ 13 વર્ષથી તેમની ભાભી સાથે પ્રેમ સબંધ ધરાવે છે અને મારી તથા મારા સંતાનો સાથે કોઇ પ્રકારનો સંબંધ રાખતા નથી. મારા પતિ નોકરીની તમામ કમાટી ભાભી પાછળ સંપૂર્ણ ઉડાવી દેતા હોય છે. જ્યારે મારી તથા બાળકોને જરૂરિયાત ઉભી થાય તો પણ રૂપિયા આપતા નથી અને ઘર વખરી સાજામાંદા થયા હોય તો પણ કોઇ ધ્યાન આપતા નથી. મારા પતિ તેની ભાભી કહે તેવું જ કર્યા કરે છે. ભાભી તેમને પત્ની તથા બાળકોથી દૂર રહેવું તેવું કહેતા હોવાથી તેઓ અમારી પાસે આવતા નથી. મારા પતિને મને જાડી કાળી છે તેમ કહી મારા પર માનસિક ત્રાસ પણ ગુજારે છે અને તારાથી થાય તે કરી લેજે મારે ભાભી સાથે પ્રેમ છે. જેથી 181ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને મહિલાના પતિનું અસરકારક કાઉંસેલિંગ કરી કાયદાકીય માહિતી આપી હતી. જેથી મહિલાનો પતિ સમજી ગયો હતો અને દર મહિને 5 હજાર રૂપિયા અને તેઓનો જીવનનું ધ્યાન આપવાની પણ ખાતરી આપી હતી. આમ અભયમની ટીમે ત્રીજi વ્યક્તિના કારણે ઘર સંસાર તુટતો અટકાવી પતિ અને પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું.

Most Popular

To Top