વડોદરા: વડોદરા શહેરમાં આવેલા માણેજા ક્રોસિંગ પાસે પોલીસ વાને અને કાને અડફેટે લીધી હતી. જેમાં કારમાં સવા ત્રણથી ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં છે.
વડોદરા શહેરમાં પોલીસ વાન દ્વારા અવારનવાર અન્ય વાહન ચાલકોને અડફેટમાં લેવામાં આવતા હોય તેવા બનાવો અગાઉ નોંધાઈ ચૂક્યા છે ત્યારે વધુ એક પોલીસ વાને કારને અડફેટે લીધી હોય તેઓ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા શહેરના માણેજા ક્રોસિંગ પાસેથી 26 ઓક્ટોબરના રોજ પસાર થતી પોલીસ વાને એક કારને પાછળથી ટક્કર મારી અકસ્માત કર્યો હતો. જેના કારણે કારમાં સવાર ત્રણથી ચાર લોકોને ઇજાઓ પહોચતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે કાર ચાલક અને પોલીસ વાન ક્યાં જતી હતી અને કેવી રીતે અકસ્માત થયો તેની વિગત જાણવા માટે પોલીસે દ્વારા માણેજા ક્રોસિંગ પાસે લગાવેલા સીસીટીવી કેમેરા ચેક લગાવવા માટેની તજવીજ હાથ ધરી છે.