Vadodara

વડોદરા : માણેજામાં અશ્લીલ શબ્દો સાથેનો વિડીયો વાઇરલ કરતા યુવકોને પકડી પોલીસે માફી પણ મંગાવી

વડોદરા તા.19
માણેજા વિસ્તારમાં કેટલાક યુવકોએ અપ શબ્દો સાથેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. પોલીસે વીડિયોમાં દેખાતા યુવકોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ફરીવાર આવો વિડિયો નહીં બનાવવા માટેની માફી મંગાવી કાયદાના પાઠ પણ ભણાવ્યા હતા.
હાલના ડિજિટલ યુગમાં નાના બાળકોથી લઈને મોટાઓ પણ સોશિયલ મીડિયા પર રીલ બનાવવાની અપલૉર્ડ કરવામાં બાકાત રહ્યા નથી. પરંતુ કેટલાક માથાભારે અને અસામાજિક તત્વો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પોલીસના કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતા હોય તેવા વિડિયો બનાવીને વાઇરલ કરતા હોય છે. તાજેતરમાં જ અકોટા બ્રિજ પર કેટલાક તત્વોએ ખુરશી પર બેસીને વિડીયો બનાવ્યો હતો. જેમને રાવપુરા પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારે હવે માણેજા વિસ્તારમાંથી વધુ એક આવો વિડીયો સામે આવ્યો છે જેમાં કેટલાક ટપોરી જેવા તત્વો ભેગા થાય છે અને અપશબ્દો સાથેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. જે વિડિયો મકરપુરા પોલીસ પાસે પહોંચતા જ આ તમામ તત્વોની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી અને વીડિયોમાં દેખાતા યુવકોને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. આ યુવકોને પોલીસ સ્ટેશન ખાતે લાવી બીજીવાર આવો વિડિયો જાહેરમાં નહિ બનાવવા માટેની માફી પણ મંગાવી હતી.

Most Popular

To Top