Vadodara

વડોદરા : મહિલાઓને રિક્ષામાં બેસાડ્યા બાદ સોનાની ચેન સરકાવી લેનાર ટોળકી ઝડપાઈ

વડોદરા તારીખ 22
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં મહિલાઓને રિક્ષામાં બેસાડવાના બહાને તેમના ગળામાંથી સોનાની ચેન આંચકી લેનાર ટોળકીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઠેક્કરનાથ સ્મશાન પાસથી ઝડપી પાડી હતી. પોલીસને જોઇને ટોળકીએ રિક્ષામાં બેસીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચે મહિલા સહિતની ટોળકીને દબોચી લીધી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટીમ ટોળકી પાસેથી બે સોનાની ચેન, રિક્ષા અને ત્રણ મોબાઇલ મળી રૂ.2.29 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે મકરપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે.

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં મહિલાઓને રિક્ષામાં બેસાડવાના બહાને હોવાના તેના ગળામાંથી સોનાની ચેન આંચકી લેવાની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેથી બંને અનડીટેકટ ગુનાઓના આરોપીઓના શોધવા માટે પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ પોલીસને સુચના આપવામાં આવી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ રિક્ષામાં સવાર ટોળકીની સીસીટીવી, ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ આધારીત તપાસ કરવામાં આવી હતી.  દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને 22 ડિસેમ્બરના રોજ રિક્ષામાં સવાર શંકાસ્પદ ટોળકી પાણીગેટ ઠેકરનાથ રોડ ખાતે નંબર વગરની રીક્ષા સાથે ફરતી હોવાની બાતમી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઠેકરનાથ સ્મશાન પાસે પહોંચતા મહિલા સહિતની ટોળકીએ રિક્ષા ચાલુ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ દ્વારા ટોળકી સાથે રિક્ષાને ઝડપી પાડી હતી. પોલીસ દ્વારા રીક્ષામાંથી શકીલ ઉર્ફે ઠાકોર ફીરોજભાઈ વ્હોરા (રહે.મહેમદાવાદ), સલમાન ગુલામનબી વહોરા (રહે. આણંદ), જાફરભાઇ અનવરભાઇ મન્સુરી (રહે. મહેમદાવાદ), શિરીન ઉસ્માનભાઇ વ્હોરા (રહે. આણંદ)ની ધરપકડ પણ કરી લીધી હતી.  જ્યારે રેશમા સ્માઈલ વ્હોરા નહી પકડાતા વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે તેમની પાસે તથા રિક્ષામાં તલાસી લેતા બે સોનાની ચેઇન,રીક્ષા અને 3 મોબાઇલ મળી રૂ.2.29 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે મકરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top