Vadodara

વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રિ-મોન્સુન ની કામગીરી માત્ર દેખાડો

વડોદરા પાલિકા જાણે ફોટો સેશન કરાવવા પૂરતું પ્રિ-મોન્સુનની કામગિરિ કરતી હોય એવું દેખાઈ આવે છે, ગઈ કાલે પાલિકા દ્વારા વીજ થામલા પરના વધારે પડતા અને કેબલ કનેકશન ના વાયરો હટાવવાનો આદેશ કર્યો હતો. પરંતુ આદેશો કરવા થી કામ થોડા થાય ? હમણાં બે દિવસ અગાઉ માંજલપુર વિસ્તાર માં વૃક્ષ પડવાથી એક ગાડી અને રીક્ષા ચાલક દબાયા હતા.જ્યાં રીક્ષા ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી ત્યાર પછી પણ પાલિકા સિખ નથી લેતિ અને જે અગત્ય નું છે એ કામ કરતી નથી .
વડોદરા શહેરના ગીચ અને મેન રોડ પર તોતિંગ વૃક્ષ નમી પડેલા જોવા મળે છે ત્યારે શું પાલિકા આ તોતિંગ વૃક્ષો ધરાશાઈ થાય અને એમાં કોઈ જાનહાનિ કે ગંભીર પરિણામ આવે એની રાહ જોઈ રહી છે.?


કોર્પોરેશન પાસે બધે પોહચી વળવા સ્ટાફ નથી એવું પણ નથી જો પાલિકા ને ખરેખર કામ કરવું જ હોય તો ગત રોજ તુલસીવાડી વિસ્તાર માં ગેરકાયદેસર પાલિકાની પાણી ની લાઈન માં મોટર લગાવવાની ફરિયાદ પર ૧૦૦ થી પણ વધારે સ્ટાફ સાથે ચેકીંગ હાથ ધરાયું હતું . શું આવીજ રીતે પાલિકા શહેર ના વિકાસ માટે કામ કરવું હોય તો ના કરી સકે? વડોદરા શહેર ના વિવિધ વિસ્તારો માં નમી પડેલા વૃક્ષ ચોમાસા દરમિયાન કોઈ નો ભોગ લેશે તો તેનું જવાબદાર કોણ ?

Most Popular

To Top