વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત તરફ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે કેન્દ્રમાં દેશનું સુકાન સંભાળ્યુ ત્યારબાદ તા. ૨૬ નવેમ્બર, ૨૦૧૫ થી ૨૬ નવેમ્બર સંવિધાન દિન તરીકે ઉજવાય છે. ત્યારે સંવિધાન દિવસની ઉજવણી માટે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા સવિધાન દિન અંતગર્ત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા માં આવ્યું છે. શહેર અધ્યક્ષ ડો જયપ્રકાશ સોની ના માર્ગદર્શન હેઠણ આયોજનના સંદર્ભમાં બેઠક મળી હતી આ બેઠકમાં પ્રદેશ અનુંસૂચિતજાતિ મોરચાના હોદેદાર ઉમંગભાઈ સરવૈયા,મોરચાના શહેર પ્રમુખ હર્ષદ પરમાર,શહેર મહામંત્રી સત્યેનભાઈ કુલાબકર,પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજભાઈ ચૌહાણ, કોર્પોરેટરો,અનુજાતિ મોરચાના મહામંત્રીઓ તેમજ હોદેદારો કાર્યકર્તા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
અનુસૂચિતજાતિ મોરચા પ્રદેશ પ્રમુખ ગૌતમ ગેડિયાના માર્ગદર્શન હેઠણ રાજ્યભરમાં અનુંજાતિ મોરચા દ્વારા સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી થાય તે માટે પ્રદેશની ટીમ ના હોદેદાર દ્વારા તમામ જિલ્લા મહાનગરમાં ૨૧ મી નવેમ્બર ના રોજ મીટિંગ નું આયોજન કરાયું હતું આ કાર્યક્રમના ભાગ રૂપે વડોદરા મહાનગરમાં ભાજપ કાર્યલય ખાતે અગત્યની બેઠક યોજાઈ હતી જેમાં શહેર પ્રમુખ ડો,જયપ્રકાશ સોનીએ સંવિધાન દિવસની ઉજવણીના કાર્યક્રમો બાબતે માર્ગદર્શન આપ્યું હતું. વડોદરા મહાનગર અનુંસૂચિતજાતિ મોરચા ના પ્રમુખ હર્ષદ પરમાર તેમજ મોરચાની ટીમ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી માટે વિવધ આયોજન કરાયા છે,જેમાં
સંવિધાન દિવસ તા.૨૬ નવેમ્બરના દિવસે જીલ્લા/મહાનગરમાં મંડલ સ્તરે અનુસૂચિતજાતિ મોરચાના સહયોગથી સંવિધાન વાંચન, સંવિધાન પૂજન નો કાર્યક્રમ કારવામાં આવશે
કાર્યક્રમના સંબંધિત મહાનગર સ્તરે પત્રકાર વાર્તાનું આયોજન કરવા માં આવશે
કાર્યક્રમ માં સંવિધાનના શપથ લેવડાવવામાં આવશે તાજેતર માં ગુજરાત સરકારના મંત્રીમંડળમાં અનુસૂચિત જાતિ સમુદાયના ત્રણ ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી છે અને તેમને મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે જેમાં કેબિનેટ મંત્રી શ્રી ડૉ. પ્રધુમન વાજા, રાજયકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રીમતી મનીષાબેન વકીલ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને મહત્વપૂર્ણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. આ એક ઐતિહાસિક ઘટના છે. તે માટે ગુજરાતનો અનુસૂચિત જાતિ સમુદાય ગર્વની લાગણી અનુભવે છે. જેથી તા.૨૬ નવેમ્બરના રોજ સાંજે ૦૪.૦૦ કલાકે મંત્રીઓના સન્માનનો કાર્યક્રમ કર્ણાવતી મહાનગર ખાતે યોજાશે,આ કાર્યક્રમમાં વડોદરા મહાનગર ના મોરચાના કાર્યકર્તા ઓ પણ આ ઐતિહાસિક ગૌરવ પૂર્ણ કાર્યક્રમ માં ભાગ લેશે