તુ મારી પત્નીને ક્યાં લઇને ફરે છે તેમ કહી તેના પતિ સહિત ચાર શખ્સો માર માર્યો, ઇજાગ્રસ્ત યુવકને એસએસજીમાં ખસેડાયો
વડોદરા તા.3
વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં સલૂનમાં વાળ કપાવવા બેઠેલા પાલિકાના આરોગ્ય વિભાગના કર્મીને તુ મારી મારી પત્નીને ક્યાં લઇને ફરે છે તેમ કહી ચાકુથી હુમલો કરાયો હતો. ત્યારબાદ ચાર જણાએ યુવકને ઢોર માર માર્યો હતો. લોહીલુહાણ હાલતમાં યુવકને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. યુવકની ફરીયાદના આધારે કપુરાઇ પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરાના ડભોઇ રોડ પર સોમાતળાવની બાજુમાં આવેલી પ્રેસપોટ રેસિડન્સીમાં રહેતા જયદીપ અંબાલાલ સોલંકી પાલિકાના આરોગ્ય વિભાગમાં ફિક્સ વેતનમાં નોકરી કરે છે. યુવક વર્ષ 2020 પહેલા આરટીઓમાં લાયસન્સ ટેસ્ટ ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. તે દરમિયાન તેની ઓળખ ગીરીશ કાળુ સોલંકી તથા તેની પત્ની સાથે મિત્રતા થઇ હતી. જેથી ગીરીશ તથા તેની પત્ની વચ્ચે અવાર નવાર વાતચીત થતી હતી. જેથી મહિલા અને ઉવક તેમની મરજીથી અવાર અવાર કારમાં ફરવા માટે જતા હતા. 1 માર્ચના રોજ રાત્રીના સમયે કલાદર્શન ચાર રસ્તા પાસેથી ગીરીશની પત્નીને કારમાં બેસાડીને ફરી વાતચીત કરી પરત તેના ઘર પાસે ઉતારી દીધી હતી. ત્યારબાદ યુવક ઘરે આવી વાળ કપાવવા માટે સોમાતળાવ ચાર રસ્તા પાસે દુકાનમાં માટે બેઠો હતો. તે દરમાયન ગીરીશ સોલંકી ચાકુ લઇને સલુનમાં ધસી આવ્યો હતો અને તુ મારી પત્નીને ક્યાં લઇને ફરે છે તેમ કહી ચાકુથી હુમલો કર્યો હતો. થોડીવારમાં તેના મિત્રો રોનક તડવી, દર્શન ઠાકોર, અને વિશાલ ચાવડા દોડી આવ્યા હતા અને તેમણે પણ યુવકને માર માર્યો હતો. દરમિયાન પોલીસ તથા આજુબાજમાંથી લોકો ભેગા થઇ જતા હુમલાખોરો ભાગી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં યુવકને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને યુવકને કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ખસેડ્યો હતો.