પાણીનો ફોલ્ટ શોધવા ગયેલી પાલિકાની ટીમ અને કાઉન્સિલરોને રહીશોની ઉગ્ર રજૂઆત
ચોખંડી કંસારા પોળના સામેના બરાનપુરા વિસ્તારમાં પાણીની સમસ્યા
( પ્રતિનિધિ ) વડોદરા તા.8
સર્વત્ર પાણીની બૂમો ઉઠી છે. ત્યારે પાલિકાની પાણી પુરવઠા શાખાની ટીમ ચોખંડી કંસારાપોળના નાકે કામગીરી માટે પહોંચતા રહીશોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને રહીશોએ સ્થળ પર પહોંચેલા અધિકારી અને કાઉન્સિલરોને ઉગ્ર રજૂઆત કરી કામગીરી અટકાવી દીધી હતી.
સ્થાનિકોએ કહ્યું જે મળે છે એ પાણી પણ બંધ થઈ જશે તો જવાબદારી કોની ?
વડોદરા શહેરમાં ઠેર ઠેર પીવાના પાણીની બૂમો ઊઠી રહી છે. તો બીજી તરફ શહેરના ચોખંડી બરાનપુરા વિસ્તારમાં પણ પાણીની સમસ્યા વક્રી છે બરાનપુરામાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી, તો કંસારાપુરમાં પણ પાણીની સમસ્યા છે. જેનું નિરાકરણ લાવવા માટે આજે પાલિકાની પાણી પુરવઠા શાખાની ટીમ ચોખંડી ખાતે પહોંચી હતી. જ્યાં કંસારાપુરના નાખે ખોદકામગીરી કરવા જતા રહીશો વિફર્યા હતા અને આ કામગીરી બંધ કરાવી હતી. તેવામાં સ્થળ પર કાઉન્સિલર જેલમબેન ચોકસી અને અન્ય એક કાઉન્સિલર પણ પહોંચ્યા હતા. જેઓનો સ્થાનિકોએ ઘેરાવો કરી ઉગ્ર રજુઆતો કરી હતી. પાણી ખૂબ જ ધીમુ આવી રહ્યું છે, પાણીનો પ્રશ્ન પહેલા સોલ્વ કરો. તમે બધા જે પણ સત્તા પર બેઠો હોય પ્રજાને પહેલા પાણી જોઈએ પછી ખાવાનું જોઈએ પાણી નહીં હોય તો પબ્લિક કરશે શું ? સવારે ઉઠતાની સાથે શૌચક્રિયા માટે જવું પડે છે. પાણી વિના ત્યાં કરશે શુ. કેટલાક કાગળો અને કેટલા પેપરો કાઢશે. કોઈપણ સંજોગોમાં પહેલા વડોદરા શહેરમાં પાણી જોઈએ. જ્યારે અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે અમારી ત્યાં પાણી જ આવતું નથી. બીજા બધે પાણીના ટેન્કર મોકલવામાં આવે છે, પણ અમારી ત્યાં આજદિન સુધી એક પણ ટેન્કર મોકલવામાં નથી આવ્યું. હવે જે પાણી મળી રહ્યું છે એ પણ બંધ કરાવે છે. બધાનું સારું થવું જોઈએ. અમારે પાણી ગંદુ આવે અને ચોખ્ખું પણ આવે એવી સમસ્યા છે બીજા એક મહિલાએ કહ્યું હતું કે સામે પાણી નથી આવી રહ્યું, એટલે અહીં વાલ્વ ખોદી રહ્યા છે. અમારે બધા બોરિંગ સુકાઈ ગયા છે. કાલ ઊઠીને અહીંયા પાણી બંધ થઈ જશે તો જવાબદારી કોણ લેશે.
કાઉન્સિલર કાઉન્સિલર જેલમબેન ચોકસીએ જણાવ્યું હતું કે 15 દિવસથી આજવાથી મેનલાઇન અને જે વાલ્વ છે. જેમાં પ્રોબ્લેમ હતો એટલે એના હિસાબે 15 દિવસથી પાણીની સમસ્યા હતી, પણ અત્યારે એવું છે કે અમારા બરાનપુરાથી સામેના પટ્ટામાં પાણીની બહુ ઘટ પડી છે. એટલે અહીંયા અધિકારીઓનું અને અમુક જે જૂના સ્થાનિકો છે એમનું એવું કહેવું છે કે એક વાલ્વ અહીં દટાઈ ગયો છે. જેની ઉપર ડામર પથરાઈ ગયો છે, માટે બહાર કાઢી અને જો એ ઓપરેટ થાય એવો હોય તો એને જોઈ ઓપરેટ કરવાનો છે અને જે પાણીની સમસ્યા છે તે દૂર થઈ શકે બસ આની માટે જ બધા ભેગા થયા હતા. અમુક લોકોને એવી ગેરસમજ હતી કે અમારું પાણી બંધ કરવા માટે આવ્યા છે, પણ કોઈનું પાણી બંધ કરવા માટે નહીં પણ સામે જે પાણીની સમસ્યા છે પાણી નથી આવતું વાલ્વ દટાયો છે એને ખોલીએ તો કદાચ એના હિસાબે પાણીની સમસ્યા છે એ દૂર થઈ શકે. જોકે અંતે કાઉન્સિલર હોય રહીશો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ફોલ્ટ શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.