Vadodara

વડોદરા : મરીમાતાના ખાચામાં મોબાઇલની દુકાનોમાં પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ

રાવપુરા પોલીસ તથા એલસીબી ઝોન-2ની ટીમે રેડ કરી

એપલ સહિતના વિવિધ કંપનીઓના એરબર્ડ, કવર, એરફોન સહિતના સામાન કબજે

પ્રતિનિધિ વડોદરા તા.22

વડોદરા શહેરના મરીમાતાના ખાચામાં વિવિધ મોબાઇલ સહિતના એસસેસરીઝનું વેચાણ થતુ હોવાની માહિતા મળતા વેંત રાવપુરા પોલીસ તથા એલસીબી ઝોન -2ની ટીમે દુકાનોમાં દરોડો પાડ્યો હતો. જેમાં દુકાનોમાં એપલ સહિતના કંપનીના એરબર્ડસ, કવર, બ્લ ટુથ સહિતના સામાન મોટી માત્રામાં મળી આવતા કબજે કર્યો હતો અને વેપારીઓ વિરુદ્ધ કોપીરાઇટનો ગુનો નોંધ્યો હતો.

વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં મોટી ગલી ગલીઓ મોબાઇલની દુકાનો ખુલી ગઇ છે. જેમાં અલગ અલગ મોબાઇલ તથા તેની મટીરિયલનું વેચાણ કરવામાં આવતુ હોય છે. ત્યારે રાજમહેલ રોજ પર આવેલા મરીમાતાના ખાચામાં મોબાઇલ થતા ઇલેક્ટ્રોનિક આઇટમનું હબ કહેવામાં આવે છે. ત્યારે આ આ મરીમાતના ખાચામાં વિવિધ કંપનીના મોબાઇલ તથા એસસેસરીઝની ડુપ્લિકેટ વસ્તુઓની વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળતા ની સાથે જ પોલીસની ટીમ ત્યાં આવેલી દુકાનોમાં સર્ચ ઓપેરેશન હાથ ધરીને તપાસ કરવામાં આવી રહી છે. જેના પગલે ડુપ્લિકેટ વસ્તુઓની વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસની ટીમ દ્વારા એકાએકા ચેકિંગ શરૂ કરતી દુકાનદારોમાં દોડધામ પણ મચી જવા પામી હતી. જેમાં મોટી માત્રામાં એપલ સહિતના કંપનીના એરબર્ડ્સ, બ્લુટ એરફોન કવર સહિત મોટી માત્રામાં જથ્થો કબજે કરી વેપારીઓ વિરુદ્ધ કોપીરાઇટનો ગુનો દાખલ કર્યો છે.

Most Popular

To Top