માહાનગરપાલિકા ખાતે જુનિયર ક્લાર્કોની મોટી સંખ્યામાં નોકરી છોડતા, કામગીરી ઉપર સીધી અસર
એક વર્ષમાં 40 નોકરી છોડીને ગયા, 20 લોકોએ નૉ ઑબ્જેક્શન સર્ટિફિકેટ માંગ્યું નોકરી છોડવાની તૈયારી, બાકીની યાદીમાંથી નવા ઉમેદવારોને તક આપશે
વડોદરા મહાનગરપાલિકામાં ગયા વર્ષની માર્ચ-2024માં 552 જુનિયર ક્લાર્કની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ નિયુક્ત થયેલા પૈકી 50 ઉમેદવારો તો ફરજ બજાવવા આવ્યાં જ નહોતાં. બાકી રહેલા 502 ક્લાર્કમાંથી એક વર્ષમાં 40 કર્મચારીઓએ પોતપોતાની ફરજો પરથી રાજીનામું આપી નોકરી છોડી દીધી છે. હવે વધુ 20 જેટલા જુનિયર ક્લાર્કો પણ નોકરી છોડવાનું મન બનાવી ચૂક્યા છે અને આ માટે તેઓએ પાલિકામાંથી નૉ ઑબ્જેક્શન સર્ટિફિકેટ માગ્યું છે.કાર્યક્ષમતામાં કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યા મુજબ, આટલા મોટા પાયે કલાર્ક નોકરી છોડવાથી અનેક વિભાગોમાં દસ્તાવેજી કામ અને નાગરિક સેવાઓના કાર્યમાં ધીમી ગતિ જોવા મળી રહી છે. વાર્ષિક ભરતી થયેલી હોવા છતાં સ્ટાફની અછત જિલ્લા નગરના વહીવટ ઉપર સીધી થઈ રહી છે.પ્રતિક્ષા યાદીમાંથી ભરતી પ્રક્રિયા શરુ કોર્પોરેશનના અધિકારી તરુણ શાહે જણાવ્યું કે, ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે યાદી માં રહેલા ઉમેદવારોને બોલાવવા પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં નવા ઉમેદવારોની નિમણૂક પૂર્ણ થાય તેવી શક્યતા છે. શાહે વધુમાં જણાવ્યું કે, વડોદરા મનપામાં વર્ષોથી સેવા આપતા 43 જુનિયર ક્લાર્કોને આ દીવાળી ગિફ્ટરૂપે પ્રમોશન આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આથી લાંબા સમયથી બઢતીની રાહ જોતાં કર્મચારીઓને પ્રેરણા મળશે.નોકરી છોડવાના મુખ્ય કારણો જાણકારી પ્રમાણે, મનપાની નોકરી છોડનારા મોટા ભાગના કર્મચારીઓને રાજ્ય સરકારના અન્ય વિભાગોમાં અથવા તેમના વતન નજીક સારું સ્થાન ઉપલબ્ધ થયું છે. કેટલીક વખત વધુ પેકેજ અને સુવિધાઓને કારણે પણ કર્મચારીઓ સ્થાનાંતર કરે છે.નાગરિક સેવાઓ ઉપર અસર કુલ મળીને, છેલ્લા એક વર્ષમાં અનેક કલાર્કની નોકરી છોડી જતાં રહેતા વડોદરા મનપાની કામગીરી પર સીધી અસર કરી રહી છે. જો કે, મનપા વેઈટીંગ લિસ્ટ દ્વારા ઝડપી ભરતી કરીને આ ખાધ પૂરી કરવાની દિશામાં કાર્યરત છે.