Vadodara

વડોદરા: મધુનગર બ્રિજ 10 થી 15 જુલાઈ સુધી તમામ વાહનો માટે બંધ

મુંબઈ અમદાવાદ હાઈ રેલ પ્રોજેક્ટના ગડર લોન્ચિંગની કામગીરીને લઈ 6 દિવસ વાહન ચાલકોને પ્રવેશબંધી

પ્રતિબંધિત રસ્તો અને વૈકલ્પિક વ્યવસ્થા સાથેનું પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુંમુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેડ પ્રોજેક્ટ C5 પેકેજની વડોદરા રેલ્વે સ્ટેશન ના સિવિલ વર્કની કામગીરી એલ એન્ડ ટી કંપની દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે. જે કામગીરીના અનુસંધાને મધુનગરબ્રિજ ઉપર ગડર લોન્ચિંગની કામગીરી કરવાની બાકી હોય 10 થી 15 જુલાઈ સુધી આ કામગીરી કરવામાં આવનાર છે. જેથી બ્રિજ પર અવર-જવર કરતા વાહન ચાલકો સાથે અકસ્માત અકસ્માત સર્જાવાની શક્યતાના પગલે મધુનગર ઓવરબ્રિજ ઉપરથી અવર-જવર કરતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે. છ દિવસ સુધી શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક યોગ્ય રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા સાથેનું જાહેરનામું પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વાહનોએ મધુનગર ચાર રસ્તાથી મધુનગર બ્રિજ ઉપર થઇ છાણી જકાતનાકા તરફ અવર-જવર કરી શકાશે નહી.ઉપરાંત નવાયાર્ડ, ફુલવાડી ચાર રસ્તાથી ફતેગંજ સર્કલ તથા છાણી જકાતનાકા સર્કલ તરફ જતાં વાહનો માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.જ્યારે
મધુનગર ચાર રસ્તાથી ગોરવા બાપુની દરગાહ ત્રણ રસ્તા, અમરકાર ત્રણ રસ્તા ગેંડા સર્કલ પંડયા બ્રિજ ઉપર, ફતેગંજ સર્કલથી ડાબી બાજુ વળી, નિઝામપુરા રોડ,ડીલક્ષ ચાર રસ્તા, મહેસાણાનગર ચાર રસ્તા, સૈનિક છાત્રાલય સર્કલથી ડાબી બાજુ વળી ધરમપુરી સર્કલથી જમણી બાજુ વળી ચિશ્તીયા નગર ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી નવાયાર્ડ ફુલવાડી ચાર રસ્તા તરફ અવર જવર કરી શકશે. ફુલવાડી ચાર રસ્તાથી ચિશ્તીયાનગર ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી, ફતેગંજ પોલીસ સ્ટેશન રોડ,પંડયા બ્રિજ નીચે થઇ, જે તે તરફ જઇ શકાશે તેમજ ફુલવાડી ચાર રસ્તાથી ચિશ્તીયાનગર ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી,છાણી જકાતનાકા સર્કલ થઇ જે તે તરફ જઇ શકશે.

Most Popular

To Top