વડોદરા લોકસભા બેઠક પર બપોરે 3 વાગ્યા સુધીમાં 48.48 ટકા મતદાન નોંધાયું છે. જે રીતે ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે તે જોતાં પાછલા તમામ રેકોર્ડ બરોડીયન્સ તોડી નાખશે એવું લાગી રહ્યું છે.
વડોદરાના મતદારોએ ભારે તાપમાં પણ અનેરો ઉત્સાહ બતાવી મતદાન પ્રત્યેની પોતાની ફરજ અદા કરી છે. બપોરે 3 કલાક સુધીમાં વડોદરા સંસદીય બેઠક પર 48.48% મતદાન નોંધાયું હતું. મતદારોએ સવારથી જ મતદાન અંગેની પોતાની જાગૃતિ બતાવી હતી. સવારે પ્રથમ બે કલાકમાં જ 11 ટકા જેટલું મતદાન નોંધાયા બાદ મતદાનમાં સતત વધારો જોવા મળ્યો હતો અને બપોરે ત્રણ કલાકે આંકડો 48.48% સુધી પહોંચી ગયો હતો. જે પ્રકારે મતદાન ચાલી રહ્યું છે તે જોતા મતદાનનો આંકડો 65% ને પાર કરી જાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
કયાં કેટલું મતદાન
સાવલી 51.49 ટકા
વાઘોડિયા 52.76 ટકા
વડોદરા સિટી 44.19 ટકા
સાયાજિગંજ 48.89 ટકા
અકોટા 47.98 ટકા
માંજલપુર 49.74 ટકા